ANI_20220723167

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધની બોલીવૂડમાં ખૂબ ચર્ચા થતી રહે છે. છેલ્લા કેટલાક સમયથી તેમના બ્રેકઅપની ખબરોને કારણે તેઓ લાઈમલાઈટમાં રહે છે અને ફેન્સ પણ આ સમાચારને કારણે થોડા દુઃખી થઈ ગયા હતા. પરંતુ ખુદ અર્જુન કપૂરે હવે બ્રેકઅપના સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. આ વાતનો ખુલાસો ડાન્સ ડિરેક્ટર ફરાહ ખાને કર્યો હતો.

ફરાહ ખાને સોશિયલ મીડિયા પર ડાન્સ રિયાલિટી ટીવી શો ઝલક દિખ લા જા… ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં બધા લોકો એક સાથે ભોજન કરી રહ્યા છે. ફરાહ ખાને વીડિયો શેર કરીને લખ્યું છે કે આ ભોજન અર્જુન કપૂરે મોકલાવ્યું છે. આગળ ફરાહ ખાને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, મલાઈકાએ અર્જુનને  ફોન કરીને ઘરેથી જમવાનું મંગાવ્યું છે. મલાઈકા અરોરા ડાન્સ રિયાલિટી ટીવી શોમાં જજની ભૂમિકા ભજવી રહી છે અને ફરાહ ખાન તેની કો-જજ છે.

ઝલક દિખ લા જાના સેટ પર ફરાહ ખાનના જન્મદિવસની એડવાન્સમાં ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પેશિયલ લંચમાં રવીના ટંડન, ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ખેલાડી યુઝવેન્દ્ર ચહલ પણ હાજર હતો. ફરાહ ખાને સ્વાદિષ્ટ ભોજન મોકલવા બદલ અર્જુન કપૂરનો આભાર માન્યો હતો.

અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે, મલાઇકા અને અર્જુન કાયમ માટે છૂટા પડી જવા કરતાં આ લાંબા સમયથી ચાલી રહેલી રિલેશનશિપને એક અવસર આપવાનું નક્કી કર્યું હતું. આ અગાઉ મલાઈકા અરોરાએ લગ્નને લઈને આ શો પર ચોંકાવનારી સ્પષ્ટતા કરી હતી કે, હું લગ્ન કરવા માટે તૈયાર છે અને જો તેને કોઇ પૂછશે તો તે લગ્ન માટે હા કહેશે. એ સમયે પણ ફેન્સ પણ મલાઈકાની આ વાતથી એવી અટકળો લગાવી રહ્યા હતા કે મલાઈકા અને અર્જુન વચ્ચે બધું બરાબર તો ચાલી આવી રહ્યું છે ને? કારણ કે તેની લગ્નની વાતમાં અર્જુનનો ઉલ્લેખ ક્યાંય કર્યો નહોતો. આ ચર્ચામાં લોકો અર્જુનના રીએકશનની રાહ જોઈ રહ્યા હતા, પણ અર્જુને કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. આવા સંજોગોમાં અર્જુનનું ભોજન ચાહકોને થોડા ઘણાં અંશે રાહત આપનારું સાબિત થઈ રહ્યું છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments