(ANI Photo)
જાણીતા ફિલ્મકાર રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેઇનમાં કલાકારોનો મોટો કાફલો છે, જેમાં અજય દેવગણ, અક્ષયકુમાર, રણવીરસિંહ, દીપિકા પદુકોણ, ટાઇગર શ્રોફ, કરીના કપૂર, શ્વેતા તિવારીનો સમાવેશ થાય છે. આ કાફલામાં સૌથી છેલ્લે એન્ટ્રી થઈ છે અર્જુન કપૂરની. અર્જુનનો ફર્સ્ટ લૂક પણ જાહેર થયો છે અને તે દમદાર જણાય છે.
જોકે, છેલ્લાં કેટલાંક સમયથી અર્જુન એક પણ હીટ ફિલ્મ આપી શક્યો નથી ત્યારે તેનાં માટે સિંઘમ અગેઇન લોટરી લાગવા સમાન છે. એક રીપોર્ટ પ્રમાણે સિંઘમ અગેઇનનું બજેટ રૂ. 250 કરોડ છે, જેમાં અજય, અક્ષય અને રણવીર જેવા મોટાં સ્ટાર્સ હોવાથી મોટાભાગનું બજેટ તેમનાં માટે ફાળવાયું હશે. જ્યારે અર્જુન કપૂરને માત્ર રૂ. પાંચથી સાત કરોડ આપવામાં આવ્યા છે. એટલે કે બાકીનાં સ્ટાર્સ કરતાં અર્જુનને ખૂબ જ ઓછી ફી આપવામાં આવી છે.
આ ફિલ્મમાં દીપિકા પદુકોણ મહેમાન કલાકારની ભૂમિકામાં હોવા છતાં તેણે 15થી 20 કરોડ લીધા હોવાનું કહેવાય છે. અર્જુન કપૂરની આટલી ઓછી ફી માટે તેની નિષ્ફળ કારકિર્દીને જવાબદાર માનવામાં આવે છે. છેલ્લાં 10 વર્ષમાં તેની કારકિર્દી સતત નીચે જઇ રહી છે. તેની છેલ્લી ચાર ફિલ્મો સાવ ફ્લોપ સાબિત થઈ છે. તેણે છેલ્લે સંદીપ ઔર પિન્કી ફરારમાં કામ કર્યું હતું,
આ ફિલ્મ થિયેટરમાં બહુ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી. તેમાં પણ તેનાં કામની પણ કોઇ પ્રશંસા થઈ નહોતી. અર્જુન કપૂરનો કેસ બોબી દેઓલ જેવો છે. બોબી પણ વર્ષોથી ફ્લોપ ફિલ્મ આપતો રહ્યો છે પરંતુ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં તેને વિલનનો રોલ મળ્યો અને તેમાં તેણે અભિનયનો ચમકારો બતાવી દેતાં અનેક ફિલ્મો ઓફર થઈ રહી છે. અર્જુન પણ બોબીની જેમ વિલનનાં રોલમાં ચમકારો બતાવવા ઇચ્છે છે. આમ, સિંઘમની સામે વિલન તરીકે ટક્કર લેવાની તક મળતાં અર્જુન કપૂરે ખુશી વ્યક્ત કરી હતી અને ફિલ્મમાં ભયંકર આતંક મચાવવાની ખાતરી આપી હતી.

LEAVE A REPLY

fourteen − eight =