threatening professors in Detroit
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પોલીસે ન્યૂયોર્કમાં એક રમતના મેદાનમાં પેલેસ્ટિનિયન સ્કાર્ફ પહેરેલા ભારતીય-અમેરિકન પુરુષ અને તેમના 18 મહિનાના પુત્ર પર ગરમ કોફીનો કપ ફેંકનાર મહિલા ઓળખ કરી હતી. પોલીસે મહિલાનું નામ જાહેર કર્યું નથી, પરંતુ તે પડોશ રહેતી એક યહુદી મહિલા હતી.

40 વર્ષીય આશિષ પ્રશાર બ્રુકલિનના એડમન્ડ્સ પ્લેગ્રાઉન્ડમાં તેના પુત્ર સાથે રમી રહ્યો હતો, ત્યારે 7 નવેમ્બરે આ ઘટના બની હતી. બુધવારે એક્સ (ટ્વીટર) પર એક પોસ્ટ શેર કરીને પ્રશારે જણાવ્યું હતું કે ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD)એ મહિલાની ઓળખ કરી છે અને તેની વિરુદ્ધ ધરપકડ વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે.

ન્યૂ યોર્ક ડેઇલી ન્યૂઝ સાથે વાતચીત કરતા પ્રશારે જણાવ્યું હતું કે આ મહિલાએ પોતાની જાતને અમેરિકન યહૂદી તરીકે ઓળખાવી હતી. તેને કેફીયેહ (પેલેસ્ટિનિયન પુરુષોનો પરંપરાગત હેડસ્કાર્ફ) પહેરેલો જોઇને ગુસ્સે થઈ ગઈ હતી. આ મહિલાએ જણાવ્યું હતું કે ‘શું તમે હમાસને સમર્થન આપો છો? શું તમે જાણો છો કે તેઓ આતંકવાદી છે?’ શું તમે જાણો છો કે તમારા લોકો બાળકોને બાળી નાખે છે?…હું આશા રાખું છું કે કોઈ તમારા બાળકને નાની ભઠ્ઠીમાં બાળી નાખે.” તેમણે ઘટનાને રેકોર્ડ કરવા માટે તેનો ફોન કાઢ્યો ત્યારે આ મહિલાએ પહેલા તેનો ફોન તેમની તરફ ફેંક્યો, ત્યારબાદ ગરમ કોફીનો કપ ફેંક્યો હતો.

LEAVE A REPLY

nine + 1 =