ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાએ ભારતને આપેલી કલાકૃતિઓ જોઇ રહ્યાં છે. (PTI Photo)

સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં સંબોધન કરવા અમેરિકા ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ચાર દિવસનો પ્રવાસ પૂરો કરીને રવિવારે ભારત પરત આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન અમેરિકાની સરકારે ભારતની ચોરાયેલી 157 કલાકૃતિ અને પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરી હતી.

બાઈડને મોદીને 157 કલાકૃતિ અને પ્રાચીન વસ્તુઓ સોપી હતા. આ તમામ કલાકૃત્તિ બીજી સદીથી લઈ 18મી સદી સુધીની છે.આ કલાકૃતિઓ અને પુરાવશેષમાં 10મી સદીના બલુઆ પથ્થરથી તૈયાર થયેલા દોઢ મીટરના કોતરણીકામથી લઈ 12મી સદીના ઉત્કૃષ્ટ કાષ્યની 8.5 સેન્ટીમીટર ઉંચી નટરાજની મૂર્તિનો સમાવેશ થાય છે.
આ ભેટ બદલ વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી બાઈડનનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે કલાકૃતિ અને પુરાવશેષ કોઈ પણ દેશની અમૂલ્ય ધરોહર હોય છે. તેને સુરક્ષિત રીતે રાખવા તે પોતાની સાંસ્કૃતિક વિરાસતની સુરક્ષા છે. ભારત અને અમેરિકા સાંસ્કૃતિક વિરાસતોની ચોરી, ગેરકાયદેસર વેપાર તથા દાણચોરીનો સામનો કરવાના પ્રયત્નોને આગળ વધારવા પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાન કાર્યાલય (PMO)ના જણાવ્યા પ્રમાણે તેમાં મોટાભાગની વસ્તુઓ 11મી સદીથી લઈ 14મી સદીની છે. આ તમામ ઐતિહાસિક છે. તેમા માનવરૂપી તાંબાની વસ્તુઓ અથવા બીજી સદીની ટેરાકોટાની ફૂલદાનીનો પણ સમાવેશ થાય છે.લગભગ 71 પ્રાચીન કલાકૃત્તિઓ સાંસ્કૃતિક છે, જ્યારે અન્ય નાની મૂર્તિઓ છે, જેમનો સંબંધ હિન્દુ, બૌદ્ધ તથા જૈન ધર્મ સાથે છે. આ તમામ ધાતુ, પથ્થર અને ટેરકોટથી બનેલ છે. કાંસાની વસ્તુઓમાં લક્ષ્મી નારાયણ, બુદ્ધ, વિષ્ણુ, શિવ-પાર્વતી તથા 24 જૈન તીર્થાંકરોની ભંગિમાઓનો સમાવેશ થાય છે. અનેક અન્ય કલાકૃતિઓનો સમાવેશ થાય છે, જેમાં કનકલામૂર્તિ બ્રાહ્મી અને નંદીકેસાનો સમાવેશ થાય છે.