પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રિયલ એસ્ટેટના ભાવમાં વધારો થયો હોવાથી રોકાણને આધારે યુરોપમાં ગોલ્ડન વિઝા મેળવવાનું મુશ્કેલ બન્યું હોવાથી ભારતના હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ (એચએનઆઇ-ધનિકો) હવે યુએઇ તરફ વળ્યાં છે. લંડન અને અમેરિકામાં રહેલા ભારતીય લોકો યુરોપના દેશોના રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા હોય છે. આ ટ્રેન્ડ હવે ઘટ્યો છે. તેનાથી વિદેશમાં રહેલા ધનિક ભારતીયો યુએઇમાં બીજુ ઘર ખરીદી રહ્યાં છે.

ગ્રીસે મે મહિનાથી ગોલ્ડ વિઝા માટે જરૂરી રકમને બમણી કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ પોર્ટુગલ અને આયર્લેન્ડે ગોલ્ડ વિઝા પ્રોગ્રામ બધ કર્યો છે. તેનાથી ધનિકો માટે યુએઇ આકર્ષક દેશ બન્યો છે. યુએઇના રિયલ એસ્ટેમાં 2 મિલિયન દિરહામ (રૂ.4.5 કરોડ)નું રોકાણ કરવામાં આવે તો 10 વર્ષના રેસિડન્સી વિઝા મળે છે.

ઇન્ડિયા સધબીઝ ઇન્ટરનેશન રિયલ્ટીના ડાયરેક્ટર (ઇન્ટરનેશનલ) આકાશ પૂરીએ જણાવ્યું હતું કે યુરોપના કેટલાંક દેશમાં ગોલ્ડન વિઝાના નિયમોમાં ફેરફાર થયો હોવાથી યુએઇના ગોલ્ડ વિઝા માટેની પૂછપરછમાં વધારો થયો છે.

દુબઈ સ્થિત પ્રોપટેક સ્ટાર્ટઅપ રિયાલિસ્ટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં દુબઈમાં ભારતમાંથી રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે. યુરોપિયન દેશોમાં રિયલ એસ્ટેટ રોકાણકારો માટે ગોલ્ડન વિઝાના તાજેતરમાં બંધ થવાથી આ ટ્રેન્ડમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમનાથી વિપરીત, UAE અને ખાસ કરીને દુબઈ હજુ પણ વિદેશીઓને રોકાણના બદલામાં રહેઠાણ મેળવવાની તક આપે છે, જે ભારતીયો માટે પણ મૂલ્યવાન બોનસ છે.

LEAVE A REPLY