Asia Pacific Premiere of Global Spy Series Citadel in Mumbai
ડાબેથી જમણી બાજુ પ્રાઇમ વીડિયોના કન્ટ્રી ડાયરેક્ટર સુશાંત શ્રીરામ, રિચર્ડ મેડન, પ્રિયંકા ચોપરા જોનાસ, પ્રાઇમ વીડિયોના એશિયા પેસિફિક વાઇસ પ્રેસિડન્ટ ગૌરવ ગાંધી,

પ્રાઇમ વીડિયોની આગામી ગ્લોબલ સ્પાય સિરિઝ સિટાડેલના ભવ્ય એશિયા પેસિફિક પ્રીમિયર માટે સિરિઝના મુખ્ય કલાકારો રિચાર્ડ મેડન અને પ્રિયંકા ચોપરા જોનાસ મુંબઈમાં આવ્યા હતા. ભવ્ય પ્રીમિયર પહેલા બંને કલાકારોએ આ સ્પાય સિરિઝના નિર્માણ સંબંધિત વાતચીત કરી હતી.

એમેઝોન સ્ટુડિયો અને અને રૂસો બ્રધર્સ AGBO નિર્મિત આ સિરિઝમાં ડેવિડ વેઈલે શોરનર અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે સેવા આપી છે. સિટાડેલનું પ્રીમિયર ફક્ત પ્રાઇમ વીડિયો પર થશે. જેમાં 28 એપ્રિલે બે એપિસોડ પ્રસારિત થશે અને એક એપિસોડ 26 મે સુધી સાપ્તાહિક ધોરણે દર્શાવવામાં આવશે.

પ્રાઇમ વીડિયોના એશિયા પેસિફિક વાઇસ પ્રેસિડન્ટ ગૌરવ ગાંધીએ જણાવ્યું હતું કે સિટાડેલ એક નવી, મહત્વાકાંક્ષી, સીમાચિહ્ન સિરિઝની શરૂઆત છે. તે વિશ્વભરમાં એકબીજા સાથે જોડાયેલી વાર્તાઓ છે. તે સ્ટોરીટેલર્સના વૈવિધ્યસભર વૈશ્વિક સમુદાયનું સર્જન કરવાનું અદભૂત માધ્યમ છે અને મનોરંજનને ખરેખર સરહદ વગરનું બનાવે છે. નવા કન્સેપ્ટ તથા રુસો બ્રધર્સ, ડેવિડ વેઇલ, પ્રિયંકા ચોપરા જોનાસ, રિચાર્ડ મેડન અને સિટાડેલ સાથે સંકળાયેલા અન્ય લોકોના મેજિકથી અમને વિશ્વાસ છે કે આ વૈશ્વિક સિરિઝને દર્શકોનો પ્રેમ મળશે.

પ્રાઇમ વીડિયો, ઇન્ડિયાના કંટ્રી ડાયરેક્ટર સુશાંત શ્રીરામે જણાવ્યું હતું કે અમે સિટાડેલને માત્ર અંગ્રેજી અને હિન્દીમાં જ નહીં, પણ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરીશું. આ સિરિઝમાં પ્રિયંકા ચોપડા નાદિયા સિંહની ભૂમિકામાં છે, જ્યારે રિચાર્ડ મેડન મેસન કેનીની ભૂમિકામાં છે.

LEAVE A REPLY

16 + 7 =