Warning against 'aggressive' pro-Khalistan extremism
(ANI Photo)

ભારત અને બ્રિટન વચ્ચેની વેપાર વાટાઘાટો સ્થગિત કરવામાં આવી નથી અને આ વર્ષે ચાલુ રહેશે, એમ ત્રણ અધિકારીઓએ સોમવારે (10) જણાવ્યું હતું. અગાઉ બ્રિટિશ વર્તમાનપત્રમાં અહેવાલ આવ્યા હતા કે યુકે શીખ અલગતાવાદીઓની નિંદા કરવામાં નિષ્ફળ ગયા પછી ભારત મંત્રણામાથી અલગ થઈ ગયું છે.

ભારતના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે બ્રિટનમાં શીખ અલગતાવાદી પ્રવૃત્તિઓ અંગે ભારતની ચિંતાઓ અને બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટોને એકબીજા સાથે જોડી શકાય નહીં. નવી દિલ્હીમાં બ્રિટીશ હાઈ કમિશનના એક રાજદ્વારી અધિકારીએ જણાવ્યું હતું કે વેપાર વાટાઘાટો નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલુ રહેશે અને લંડનમાં સુરક્ષા અધિકારીઓ બ્રિટનમાં શીખ અલગતાવાદી પ્રવૃત્તિઓ અંગે ભારતની ચિંતાઓનો ઉકેલ લાવી રહ્યાં છે.

બ્રિટનના ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “યુકે અને ભારત બંને મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી FTA પર હસ્તાક્ષર માટે પ્રતિબદ્ધ છે અને ગયા મહિને વેપાર વાટાઘાટોનો તાજેતરનો રાઉન્ડ પૂરો કર્યો છે.” પ્રવક્તાએ ઉમેર્યું, “વિદેશ સચિવે ભારતીય હાઈ કમિશન ખાતેની હિંસાના તાજેતરના કૃત્યોની નિંદા કરી છે અને અમે મેટ્રોપોલિટન પોલીસ સાથે સુરક્ષાની સમીક્ષા કરવા અને તેના સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા કામગીરી કરી રહ્યા છીએ,”

યુકે, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં ભારતીય મિશનની બહાર શીખ અલગતાવાદીઓ દ્વારા વિરોધ અને તોડફોડથી નવી દિલ્હી નારાજ છે. ગયા મહિને ખાલિસ્તાન તરફી સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધી દેખાવો કર્યા હતા અને બિલ્ડિંગની બાલ્કનીમાંથી ભારતીય ધ્વજ ઉતારી લીધો હતો. .

LEAVE A REPLY

two × 5 =