બ્રિટનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને વડા પ્રધાન ઋષિ સુનકનું ઉદાહરણ આપી એશિયન બિઝનેસ એવોર્ડ સમારોહમાં બ્રિટિશ એશિયન સમુદાયની મહત્વાકાંક્ષા, સખત મહેનત અને નિશ્ચય તથા સફળતા અને સ્થિતિસ્થાપકતાની સરાહના કરી હતી.

તેમણે પેતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “બ્રિટિશ એશિયન બિઝનેસીસની સફળતાએ ઘણા ક્ષેત્રોને અસર કરી છે. દવાથી લઇને ઉત્પાદન, ખોરાકથી ફાર્મા, સ્ટીલથી રિટેલ, ક્રિએટિવિટીથી ટેક સુધી તેમણે સફળતા મેળવી છે.’’

તેમણે યુદ્ધ પછીના બ્રિટનનું પુનઃનિર્માણ કરવા અને આજે આપણે જે સમાજમાં રહીએ છીએ, વિકાસને આગળ ધપાવી રહ્યા છીએ અને આપણે બધા જેના પર નિર્ભર છીએ તે નોકરીઓનું સર્જન કરવા માટે એશિયન સમુદાયની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું કે “ફરી ફરીને, એશિયન હેરિટેજના લોકો સફળતાના માર્ગે આગળ વધ્યા છે, જેમાં મારે એક તેજસ્વી યુવાન છોકરાનો ઉમેરો કરવો જોઈએ, જેણે સાઉધમ્પ્ટનની એક નાની ફાર્મસીમાં મદદ કરવાથી શરૂઆત કરી 10 ડાઉનિંગ સ્ટ્રીટ સુધીની સફર કરી છે. તે છે આપણા પ્રથમ બ્રિટિશ એશિયન વડા પ્રધાન… મારા બોસ, ઋષિ સુનક. આ બતાવે છે કે આ મહાન દેશમાં કંઈપણ શક્ય છે.”

ડાઉડેને જણાવ્યું હતું કે ‘’વાસ્તવમાં, આ દેશમાં આવેલ પ્રથમ પેઢીના એશિયનોમાંથી ઘણા લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકો અહીં થોડા કપડાં અને ખિસ્સામાં થોડા પાઉન્ડ લઈને આવ્યા હતા. તેમના માટે તે મુશ્કેલ હતું. તેઓ એકલવાયા હતા અને ક્યારેક ખતરનાક પણ હતું. પણ આજે બ્રિટનમાં કેટલાક સૌથી મોટા બિઝનેસીસ એશિયન મૂળના લોકોના હાથમાં છે અને તેઓ આપણા બ્રિટિશ મૂલ્યોનું શ્રેષ્ઠ પ્રતિબિંબ પાડે છે. એવોર્ડ સ્પોન્સર્સ વેસ્ટકોમ્બ ગ્રુપ એક ચમકતું ઉદાહરણ છે અને પાનખણીયા પરિવારની સખત મહેનત અને દ્રઢતાનું તે પ્રમાણપત્ર છે.”

શ્રી ડાઉડેને એશિયન મીડિયા ગ્રુપ (AMG) અને તેના દિવંગત સ્થાપકો, એડિટર-ઇન-ચીફ રમણીકલાલ સોલંકી અને તેમના પત્ની પાર્વતીબેનની સફળતાને પણ સ્વીકારી હતી. જેમણે 1960ના દાયકાના અંતમાં ગરવી ગુજરાતની શરૂઆત કરી હતી. આ વાર્તા અસંખ્ય બ્રિટિશ એશિયન બિઝનેસીસના અનુભવોને પ્રતિબિંબિત કરે છે જે માત્ર સફળતાથી આગળ વધે છે. આ સતત બદલાતા વાતાવરણમાં નવીનતાના મહત્વ અને સ્પર્ધાત્મક ધાર જાળવવી અગત્યની છે.’’

તેમણે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સમાં સરકારના નોંધપાત્ર રોકાણની માહિતી આપી રોજિંદા જીવન અને કાર્ય પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવવાની તેની ક્ષમતાને ઓળખી કહ્યું હતું કે AI સમાજમાં વધુને વધુ એકીકૃત થઈ રહ્યું છે અને સરકારનો હેતુ બિઝનેસીસને ટેકો આપવાનો છે.

 

LEAVE A REPLY

17 − three =