(L-R) Sanjay Modhwadia and Deepak Bajaj (Picture Twitter@LeicesterTories)

2022માં લેબર પાર્ટીમાંથી રાજીનામું આપી કન્ઝર્વેટિવ પક્ષમાં જોડાયેલા લેસ્ટર સિટી કાઉન્સિલના કન્ઝર્વેટિવ પક્ષના નેતા કાઉન્સિલર દીપક બજાજ 18 મહિના પછી લેબર પાર્ટીમાં પરત થયા છે. તેમણે સ્થાનિક કન્ઝર્વેટિવ નેતાઓ પર આરોપ મૂકતા કહ્યું હતું કે “તેમને પોતાના સાયકોડ્રામામાં વધુ રસ છે અને સ્થાનિક લોકોને તેમની અરાજકતાની કિંમતનો સામનો કરવા માટે છોડી મૂકાયા છે.’’

બીજી તરફ બજાજ સાથે ધમકીભર્યા વર્તનના આરોપો બાદ લેસ્ટરના નોર્થ એવિંગ્ટનના કાઉન્સિલર અને ગયા વર્ષની ચૂંટણીમાં સ્થાનિક કન્ઝર્વેટિવ પાર્ટીના મેયર પદના ઉમેદવાર સંજય મોઢવાડિયાને 21 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લેબર પાર્ટીએ પુષ્ટિ કરી છે કે તેઓ “હવે લેસ્ટર બેન્ચમાંથી લેસ્ટર શહેરના સમુદાયની સેવા કરશે”.

કાઉન્સિલના ટોરી જૂથના વ્હીપ કાઉન્સિલર હેમંત રાય ભાટિયાએ જણાવ્યું હતું કે ‘’શ્રી બજાજની વિદાય ખરેખર દુઃખદ છે  અને વ્યક્તિગત રીતે આ વિકાસથી ખૂબ જ નિરાશ થયા છે.’’

કાઉન્સિલર બજાજે તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે ‘’ગત સોમવાર, 18 માર્ચે પાર્ટીના સભ્યો સાથે ભોજન કર્યા બાદ શહેરના ડોવર સ્ટ્રીટ કાર પાર્કમાં મોઢવડિયાએ મને કથિત રીતે ધમકીઓ આપી હતી. મોઢવાડિયાએ આક્રમક હાવભાવનો આશરો લઇ આંગળીઓ ઉઠાવી ડાબા ખભા પર શારીરિક રીતે ધક્કો માર્યો હતો. જો હું કાઉન્સિલર ન હોત, તો તેમણે મારી સામે હિંસાનો આશરો લીધો હોત અને મને તોડી નાખ્યો હોત.”

કાઉન્સિલર સંજય મોઢવાડિયાએ ભારપૂર્વક તે આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે મારી સામેના આરોપો સંપૂર્ણપણે, તદ્દન ખોટા હતા. લેસ્ટરશાયર પોલીસે આ બનાવ અંગે પુષ્ટિ કરી હતી કે તેમને કથિત ઘટનાનો અહેવાલ મળ્યો હતો અને તેઓ તપાસ કરી રહ્યા છે.

બજાજે લેબરમાં જોડાતાં કહ્યું હતું કે ‘’કેર સ્ટાર્મર ચાર વર્ષ પહેલા લેબર પાર્ટીના નેતા બન્યા ત્યારથી તેમણે પાર્ટીને શાસન માટે પરિવર્તિત કરી છે. દેશભરની ઘણી કાઉન્સિલોની જેમ, લેસ્ટર સિટી કાઉન્સિલને તાજેતરના મહિનાઓમાં ગંભીર નાણાકીય પડકારોનો સામનો કરવો પડ્યો છે. હું હવે માનું છું કે એક દાયકાના નાણાકીય વિનાશ પછી સ્થાનિક સરકાર માટે ભરતીને ફેરવવાની લેબર પાર્ટીની યોજના યોગ્ય છે.’’

કાઉન્સિલર દીપક બજાજે સપ્ટેમ્બર 2022માં “લોકશાહી પ્રક્રિયાઓની સંપૂર્ણ નિષ્ફળતા” માટે, તે સમયે શાસક લેબર જૂથના નેતૃત્વની ટીકા કરી કન્ઝર્વેટિવ્સમાં પ્રવેશ કર્યો હતો. તે વખતે તેમણે લેબર અંગે કહ્યું હતું કે “અમારા શહેરની અંદર જેની જરૂર હોય તેવા લોકો સુધી પહોંચવામાં સમર્થનને સતત અવરોધે છે. સત્તાધિકારીને નેતૃત્વની જરૂર છે જે “લોકશાહી અને પ્રામાણિકતાના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખે છે, અને કમનસીબે વર્તમાન વહીવટ તે નથી.”

LEAVE A REPLY

twelve + twenty =