શ્યામ, એશિયન અને લઘુમતી-વંશીય પોલીસ અધિકારીઓને તેમના શ્વેત સાથીદારો કરતા વધુ સખત દંડ કરવામાં આવે છે. જો BAME પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરવામાં આવે ત્યારે તેમના કેસોને પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ડીપાર્ટમેન્ટ્સને સત્તાવાર તપાસ માટે સોંપવાની સંભાવના વધારે હોય છે, જે પછીથી તેમના રેકોર્ડ પર પણ રહે છે. વધુ સામાન્ય ફરિયાદોનો ઉકેલ તેમના બોસ સાથેની બેઠક દ્વારા લાવી શકાય છે પણ તેમના કેસમાં વાત ઉપર સુધી લઇ જવાય છે.

નેશનલ પોલિસ ચિફ્સ પાઉન્સિલ (એનપીસીસી) ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ અધિકારીઓ પર નબળા પુરાવાના આધારે “નિરાધાર તપાસ” કરવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે અધિકારીઓ તેમના સમુદાયો, કુટુંબો અને બાળકોને તેમના અનુભવોને આધારે પોલીસ સેવામાં ન જોડાવાનું કહે છે.