પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી સોમવારે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. (PTI Photo)

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી સોમવારે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના સાંસદ રહી ચુકેલા અભિજીત સોમવારે કોલકાતામાં એક કાર્યક્રમમાં ટીએમસીમાં જોડાયા હતા. થોડા દિવસો પહેલા અભિજીતે વરિષ્ઠ ટીએમસી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ટીએમસી તેમને જંગીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. મુખર્જી 2019માં જંગીપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા બાદ જંગીપુર લોકસભા બેઠક ખાલી પડી હતી. ત્યારે વર્ષ 2012માં કોંગ્રેસની ટિકિટ પર અભિજીત અહીં પહેલીવાર પેટા ચૂંટણીની જીતીને સાંસદ બન્યા હતા.