આપણા સમુદાયે એક જાજરમાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે: લોર્ડ જીતેશ ગઢીઆ લોર્ડ જીતેશ ગઢીઆએ શ્રધ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યુ હતુ કે સ્વ. રમણિકલાલ સોલંકી, સીબીઇના નિધન સાથે આપણા બ્રિટીશ એશિયન સમુદાયે એક જાજરમાન વ્યક્તિત્વ ગુમાવ્યુ છે. પાંચ દાયકા કરતા પણ પહેલાં, યુકેનું પ્રથમ એથનિક અખબાર 'ગરવી ગુજરાત' લોંચ કરવાની તેમની પહેલ વધતા જતા ભારતીય ડાયસ્પોરા માટે એક નિર્ણાયક ક્ષણ હતી. તેમણે આપણા સમુદાયની આશાઓ, ચિંતાઓ અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટેનો એક અમૂલ્ય સેતુ પૂરો પાડ્યો છે. એશિયન મીડિયા ગ્રુપની સફળતા અને વિકાસ અડધી સદીના આ સમયગાળામાં વિશાળ એશિયન સમુદાયની યાત્રા પ્રતિબિંબિત કરે છે. ‘રમણિકભાઇ સૌપ્રથમ અને સર્વાધિક તો એક કુશળ પત્રકાર હતા. અક્ષરોના સાચા માણસ હતા. વાચકોને પહોંચતી સામગ્રીની ગુણવત્તા બદલ તેઓને અપાર વ્યાવસાયિક ગર્વ હતો. રમણિકભાઇના પુત્રો, કલ્પેશ અને શૈલેષે પણ પિતાના મૂલ્યો, પ્રતિબદ્ધતા અને નૈતિકતા જાળવી રાખી છે. એશિયન મીડિયા ગ્રુપની અવિરત સફળતા માટે હવે કુટુંબની ત્રીજી પેઢીના લોકો જોડાયા છે જેણે રમણિકભાઇ અને તેમના પત્ની પાર્વતીબેનને વાસ્તવિક અભિમાન અને સંતોષ આપ્યા છે.’’ ‘તેઓ હંમેશાં યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા ઉત્સુક હતા. તેઓ ભૌતિક રીતે ભલે નાના દેખાતા હતા, પરંતુ તેમની વિશાળ ઉપસ્થિતી અને ચરિત્ર હંમેશા દેખાઇ આવતા હતા. સોલંકી ફેમિલીએ તેમની પિતૃસત્તા ગુમાવી છે, આપણા વિશાળ સમુદાયે એક જાજરમાન વ્યક્તિત્વ ગુમાવ્યુ છે. તેઓ વિશ્વસ્તરે સન્માનનિય અને સાચા પાયોનિયર તરીકે પૂજ્ય હતા.’

લોર્ડ જિતેશ ગઢિયા, સબીન ચેલમર્સ અને ટોમ શ્રોપશાયરની કોર્ટ ઓફ ધ બેંક ઓફ ઈંગ્લેન્ડમાં નોન-એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે વરણી કરાઇ છે. તેઓ આગામી મહિનાઓમાં પોતાની ભૂમિકાઓ નિભાવશે. તેમની વરણીને સ્વ. મહારાણી એલિઝાબેથે મંજૂરી આપી હતી. આ નિમણૂંકો રાજા દ્વારા કરવામાં આવશે. તેઓ ચાર વર્ષની મુદત માટે તેમની ભૂમિકા નિભાવશે.

આ કોર્ટ સંસ્થાની વ્યૂહરચના, બજેટ અને રિસોર્સિંગ અને નિમણૂકો અંગેના મુખ્ય નિર્ણયો લેવા માટે જવાબદાર સંચાલક મંડળ તરીકે કાર્ય કરે છે.

ચાન્સેલર જેરેમી હંટે કહ્યું હતું કે “ત્રણેયની નિમણૂકની જાહેરાત કરતા મને આનંદ છે. તેમાંથી દરેક બેંકની કોર્ટમાં અપાર કૌશલ્ય અને અનુભવ લાવશે.’’

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ કહ્યું હતું કે “કોર્ટના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે લોર્ડ જિતેશ ગઢિયા, સબીન ચેલમર્સ અને ટોમ શ્રોપશાયરનું સ્વાગત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. તેમના વિવિધ અનુભવો તેમને કોર્ટ અને બેંકના સંચાલનમાં અમૂલ્ય ઉમેરો કરે છે. હું તે બધા સાથે કામ કરવા આતુર છું.’’

કોર્ટના તમામ સભ્યોની નિમણૂક વડા પ્રધાન અને ચાન્સેલરની ભલામણ પર ક્રાઉન દ્વારા કરવામાં આવે છે. કોર્ટમાં તમામ નિમણૂકો મેરિટ પર કરવામાં આવે છે અને રાજકીય પ્રવૃત્તિ પસંદગી પ્રક્રિયામાં કોઈ ભાગ ભજવતી નથી.

બ્લેકસ્ટોન, બાર્કલેઝ કેપિટલ, એબીએન એમરો અને બેરિંગ બ્રધર્સમાં વરિષ્ઠ હોદ્દા પર રહેલા લોર્ડ જીતેશ ગઢિયા પાસે 25 વર્ષથી વધુનો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને નાણાકીય સેવાઓનો અનુભવ છે. લોર્ડ ગઢિયા હાલમાં રોલ્સ-રોયસ હોલ્ડિંગ્સ પીએલસી, ટેલર વિમ્પી પીએલસી અને કમ્પેર ધ માર્કેટ લિમિટેડના બોર્ડમાં સેવા આપે છે. તેમણે અગાઉ UK ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (UKFI) અને UK ગવર્નમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (UKGI) ના બોર્ડમાં સેવા આપી હતી.

LEAVE A REPLY

five × 5 =