(istockphoto.com)

બેન્ક ઑફ ઇંગ્લેન્ડે ગુરુવારે વ્યાજદરમાં વ્યાજદરમાં 0.50 ટકાનો ધારણા કરતાં મોટો વધારો કર્યો હતો. બ્રિટનમાં ફુગાવામાં લાંબા સમય સુધી ઘટાડો ન થવાના સંકેત મળ્યા હોવાથી બેન્કે આ નિર્ણય કર્યો હતો. બુધવારે સત્તાવાર આંકડા દર્શાવે છે કે ગ્રાહક ભાવ ફુગાવો મે મહિનામાં 8.7% પર યથાવત હતો અને અંડરલાઇન ફુગાવો 1992 પછી સર્વોચ્ચ સ્તરે છે.

BoEની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ તેના મુખ્ય વ્યાજ દરને 4.5%થી વધારીને 5% કરવા માટે 7-2ની તરફેણમાં મત આપ્યો હતો. આમ યુકેમાં વ્યાજદરો હવે 2008 પછીથી સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. ફેબ્રુઆરી પછી વ્યાજદરમાં આ સૌથી મોટો વધારો છે.

એમપીસીએ જણાવ્યું હતું કે રાઇટર્સના પોલમાં અર્થશાસ્ત્રીએ ધારણા વ્યક્ત કરી હતી કે વ્યાજદરને વધારીને 4.75 ટકા કરાશે. જોકે બુધવારે જારી થયેલા ફુગાવાના ડેટા ધારણા કરતાં ઊંચા આવ્યા હતા. એમપીસીના સભ્યો સિલ્વાના ટેનરેયરો અને સ્વાતિ ઢીંગરાએ વ્યાજદરમાં વધારાનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભૂતકાળમાં વ્યાજદરમાં કરવામા આવેલા વધારાની પૂરી અસર હજુ આવી નથી. ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે “MPC મધ્યમ ગાળામાં ફુગાવાને 2 ટકાના ટાર્ગેટ સુધી પરત લાવવા માટે જરૂરી પગલાં લેશે. બ્રિટનની અર્થવ્યવસ્થાને બ્રેક્ઝિટ, કોવિડ-19 મહામરી તથા યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે ગેસના ભાવમાં ઉછાળા ફટકો પડ્યો છે, પરંતુ હજુ મંદીમાં આવી નથી. આ વર્ષે ઇકોનોમી માત્ર 0.25 ટકા ગ્રોથ દર્શાવે તેવો અંદાજ છે.

બ્રિટન ફુગાવાના મુશ્કેલ પડકારનો સામનો કરી રહ્યું છે, ફુગાવો ગયા વર્ષે 11.1%ની 41 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને તેમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો નથી.

LEAVE A REPLY

6 + eleven =