વડોદરા નજીક મિની ટ્રક અને અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં 11 વ્યક્તિના મોત થયા હતા અને 16 વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. . (PTI Photo)

વડોદરા નજીક વાઘોડિયા ચોકડી પાસે બુધવારે વહેલી સવારે એક ટેમ્પો અને ડમ્પર અથડાતા 11 વ્યક્તિના કરુણ મોત થયા હતા અને 15 વ્યક્તિને ઈજા થઈ હતી. આ અકસ્માતમાં પાંચ મહિલા, બે બાળક અને ચાર પુરુષના મોત થયા હતા. ઘાયલ થયેલા લોકોને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટેમ્પો સવાર 26 લોકો સુરતથી પાવાગઢ દર્શન માટે જતાં હતા.

વડોદરાના કપુરાઈ ચોકડીથી અમદાવાદ તરફ જવાના રસ્તે બાયપાસ પાસે વાઘોડીયા રોડ બ્રિજ પર એક ટેમ્પોમાં 15થી વધુ વ્યક્તિ બેસીને જતા હતા ત્યારે સામેથી આવી રહેલા ડમ્પર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ ફસાયેલા 15 વ્યક્તિને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માતના બનાવ ને પગલે વડોદરા શહેરના બાયપાસ પર સતત એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતના બનાવમાં ટેમ્પોમાં બેસીને 15 વ્યક્તિ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા હતા. તેઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળે છે.
અકસ્માતના બનાવને પગલે વડોદરા શહેરના બાયપાસ પર સતત એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.