પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બીબીસી ન્યૂઝ દ્વારા ભારતમાં નવા ‘ડિસઇન્ફર્મેશન યુનિટ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે ખોટા સમાચારના ફેલાવા બાબતે જાગૃતિ વધારવા, વિશ્લેષણ કરવા અને રીપોર્ટનું કામ કરશે. સમર્પિત પત્રકારોની એક ટીમ ખોટી માહિતીને ઉજાગર કરવા, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ માહિતીને અટકાવવા અંગે ધ્યાન કેન્દ્રિત કરશે, ઉપરાંત તે કેવી રીતે અને શા માટે ફેલાય છે તેની પણ તપાસ કરશે. આ ટીમ દર્શકોને ઉપયોગી ટીપ્સ અને માહિતી આપશે કે કેવી રીતે ‘ફેઇક ન્યૂઝ’ શોધી શકાય અને તેને વધુ ફેલાતા અટકાવી શકાય.

દર્શકો પણ બીબીસીના ડિસઇન્ફર્મેશન યુનિટને કોઇપણ ખોટા સમાચાર બાબતે મેસેજ કરીને તેની તપાસ થવી જોઈએ તેવું તેઓ માને છે તેવી પણ જાણ કરી શકશે.

ભારતમાં શરૂ થયેલું આ નવું યુનિટ ખોટી માહિતીને નાથવા માટે BBCની સતત પ્રતિબદ્ધતાની વધુ કાર્યવાહી છે અને તે BBC ગ્લોબલ ડિસઇન્ફર્મેશન યુનિટનો એક ભાગ છે, જેમાં આફ્રિકા અને યુકેસ્થિત અનુભવી પત્રકારોનો સમાવેશ થાય છે.

બીબીસી ડિસઇન્ફર્મેશનનાં તંત્રી રેબેકા સ્કિપેજે જણાવ્યું હતું કે, ‘અયોગ્ય માહિતી એ વૈશ્વિક સમસ્યા છે, જે ભાષાઓ, પ્લેટફોર્મ્સ, સંસ્કૃતિઓ અને વય-જૂથોની સીમાઓને અવગણે છે. તપાસ નહીં કરેલા સમાચાર આરોગ્ય, સમાજ અને લોકશાહીને અસર કરી શકે છે. સમર્પિત પત્રકારોની આ નવી ટીમ અમને ભ્રામક માહિતીને ઉજાગર કરવા જણાવશે અને શું સ્વીકારવું અને શું અવિશ્વાસ કરવો તે નક્કી કરવામાં લોકોને મદદ કરશે.’

આ સાથે, બીબીસી યંગ રીપોર્ટર ઈન્ડિયા નામની યોજના શરૂ કરવામાં આવી છે, તે યુવાનોને તેઓ જે મીડિયાનો ઉપયોગ કરે છે તેના વિશે વિવેચનાત્મક રીતે વિચારવામાં મદદ કરવા માટે ભારતભરની સ્કૂલોમાં ‘મીડિયા અવેરનેસ વર્કશોપ’ શરૂ કર્યા છે. આ વર્કશોપ યુવાનોને હકીકત ઓળખવા, સંભવિતરૂપે ભ્રામક અને હાનિકારક માહિતી આગળ વધારતા પહેલા વિચારવામાં મદદ કરશે. ઇન્ટરન્યૂઝ અને ડેટાલીડ્સ ટીમો સાથેની ભાગીદારીમાં આ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.