. (ANI Photo)

લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા પહેલા કેન્દ્ર સરકાર વિવાદાસ્પદ નાગરિકતા સુધારા ધારો (CAA)ના અમલના નિયમો જારી કરે તેવી શક્યતા છે. તેનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ગેરકાયદે ભારતમાં આવેલા મુસ્લિમ સિવાયના ધર્મના લોકોને ભારતની નાગરિકરતા આપવાની પ્રક્રિયા ઝડપી બનશે.

સંસદે ડિસેમ્બર 2019માં CAAને બહાલી આપી હતી. જોકે અમલ માટેના નિયમોના અભાવે આ કાયદાનો અત્યાર સુધી અમલ થઈ શક્યો નથી.

લોકસભાની ચૂંટણીની જાહેરાત આગામી એક પખવાડિયામાં થવાની ધારણા છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા પછી તરત જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જાય છે.

આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે આચારસંહિતા અમલી બને તે પહેલાં CAA માટેના નિયમો જારી કરાય તેવી શક્યતા છે. આ નિયમો જારી કરાયા પછી મોદી સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા બિન-મુસ્લિમો એટલે કે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે. 31 ડિસેમ્બર, 2014 ભારતમાં આવેલા આવા લોકોનો નાગરિકતા મળશે.

સીએએને સંસદની બહાલી મળ્યા પછી દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતાં. વિરોધ પ્રદર્શન દરમિયાન અથવા પોલીસ કાર્યવાહીમાં 100થી વધુ લોકોના મોત થયાં હતાં.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારતમાં પ્રવેશ્યાનું વર્ષ જાહેર કરવું પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં.

અગાઉ 27 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકશે નહીં, કારણ કે તે દેશનો કાયદો છે. તેમણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આક્ષેપ કર્યો હતો. મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી શરૂઆતથી જ CAAનો વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે CAA લાગુ કરવાનું વચન આપ્યું હતું

LEAVE A REPLY

eight + two =