Chief Minister Bhupendra Patel's public relations officer Hitesh Pandya resigns
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે જણાવ્યું હતું કે, ગાંધીનગર પાલિકામાં ભાજપને 44માંથી 41 બેઠક મળી છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે ચાલવાનું છે.

ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન બન્યાં તે પછી આ પ્રથમ ચૂંટણી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ભાજપમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ તાલમેલથી કામ કરે છે. આખા દેશમાં ભાજપનું શાસન હશે તો પણ કાર્યકર્તાઓએ જનતા વચ્ચે રહીને કામ કરવું પડશે. ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી તેવા પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને અભિનંદન પણ પાઠવ્યા હતા.