મુંબઈ પોલીસે ટી સિરિઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભુષણ કુમાર સામે એક યુવતિ પર કથિત બળાત્કાર કરવાનો શુક્રવારે કેસ દાખલ કર્યો હતો. ભુષણ કુમારા દિવંગત સંગીતકાર ગુલશાન કુમારના પુ છે, એમ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

ભૂષણ કુમાર સામે મુંબઈના DN નગર પોલીસ સ્ટેશનમાં કથિત બળાત્કારનો કેસ કરવામાં આવ્યો છે. કુમાર વિરુદ્ધ 30 વર્ષીય મોડલે પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપીને અલગ અલગ સ્થળે રેપ આપવાનો આક્ષેપ કર્યો છે. જોકે, હજી સુધી ટી સિરીઝે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

મોડલનો આક્ષેપ છે કે કામની લાલચ આપીને ભુષણ કુમારે 2017થી લઈ ઓગસ્ટ, 2020 એમ ત્રણ વર્ષ સુધી તેની પર અત્યાચાર કર્યો હતો. ભૂષણ કુમારે ત્રણ અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની પર રેપ કર્યો હતો. ભૂષણ કુમારે તેની તસવીરો તથા વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. વર્ષ 2018માં ભારતમાં MeToo મૂવમેન્ટ શરૂ થઈ હતી ત્યારે મોડલ તથા એક્ટ્રેસ મરીનાએ ભુષણ કુમાર તથા સાજીદ ખાન પર યૌન શોષણનો આક્ષેપ કર્યો હતો.