(Photo by Leon Neal/Getty Images)

અમેરિકાના પ્રેસિડેન્ટ તેમના પૂર્વજોના વતન, આયર્લેન્ડની મુલાકાતે આ સપ્તાહે જવાના છે. તેઓ મંગળવારે ત્યાં પહોંચશે અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનકને પણ તેઓ મળશે.

યુકેના આ પ્રાંતમાં શાંતિ માટે કરાયેલા ગુડ ફ્રાઈડે કરારને 25 વર્ષ પુરા થઈ રહ્યા હોવાના પ્રસંગે તેમજ એ કરારમાં અમેરિકાની મહત્ત્વની ભૂમિકા હોવાના સંદર્ભમાં બાઈડેનનો પ્રવાસ અને યુકેના વડાપ્રધાન સાથેની તેમની મુલાકાતનું પ્રાસંગિક મહત્ત્વ વિશેષ બની રહે છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ શુક્રવારે ઉત્તર કાઉન્ટી મેયો શહેરમાં હજારો લોકોને સંબોધિત કરવાના છે, તેમનો પરિવાર 19મી સદીમાં ત્યાંથી સ્થળાંતર કરીને પેન્સિલવેનિયામાં સ્થાયી થયો હતો. પ્રેસિડેન્ટ બાઇડેન આયર્લેન્ડ અને નોર્ધન આયર્લેન્ડના પ્રવાસ દરમિયાન છેલ્લે આ શહેરની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ બેલફાસ્ટ, ડબલિન તથા અન્ય સ્થળોની પણ મુલાકાત લેવાના છે. બાઇડેનના સંબંધીઓ હજુ પણ આ વિસ્તારમાં રહે છે અને પ્રેસિડેન્ટના ત્રીજા પિતરાઈ ભાઈ જો બ્લુવિટ, પ્લમ્બર તરીકે કામ કરી રહ્યા છે.

અમેરિકાના પ્રેસિડેન્ટપદે આરૂઢ થયા પછી બાઈડેનની આયર્લેન્ડની આ પહેલી મુલાકાત છે. નોર્ધન આયર્લેન્ડમાં હાલમાં અંદાજે 1,000 જેટલા અમેરિકન બિઝનેસીઝ કાર્યરત છે અને છેલ્લા એક દાયકામાં ત્યાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણમાં અમેરિકા મોખરે રહ્યું છે. 2022માં અહીંથી અમેરિકાનો નિકાસ વેપાર એક બિલિયન પાઉન્ડથી વધુનો થયો હતો.

LEAVE A REPLY

three × three =