Biden left the press conference midway through questions about the banking crisis
(Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંચાયેલા જો બાઇડન 20 જાન્યુઆરીએ 46મા પ્રેસિડન્ટ તરીકે શપથગ્રહણ કરી રહ્યાં ત્યારે વોશિંગ્ટન ડીસી અભેદ્ય કિલ્લામાં ફેરવાયું હતું. વિદાય લઇ રહેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પના સમર્થકો આ પ્રસંગે હિંસક દેખાવો ન કરે એ માટે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ ગાર્ડના સશસ્ત્ર જવાનો આખા શહેરમાં સંવેદનશીલ સ્થળોએ ગોઠવાઇ ગયા હતા.

ટ્રમ્પના સમર્થકોએ ગયા પખવાડિયે ટ્રમ્પના સંસદભવનમાં હિંસા આચરી હતી તેથી કેપિટોલ હિલમાં વધુ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ જ્હૉન રોબર્ટ્સ અમેરિકી સમય મુજબ બાર વાગ્યે જો બાઇડનને પ્રેસિડન્ટ તરીકે અને કમલા હેરિસને વાઇસ પ્રેસિડન્ટ તરીકે શપથ લેવડાવશે. કેપિટોલના વેસ્ટ ફ્રન્ટમાં જ્યાં સોગનવિધિ યોજાવાનો છે ત્યાં નેશનલ ગાર્ડના 25 હજાર જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.

78 વર્ષના બાઇડન પોતાના પરિવારના 127 વર્ષ જૂના બાઇબલની પ્રત સાથે શપથ લેશે. એ સમયે તેમનાં પત્ની જીલ બાઇડન આ બાઇબલ પોતાના હાથમાં આદરપૂર્વક ધરી રાખશે. બાઇડન અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી વયના પ્રેસિડન્ટ બનશે. શપથવિધિ થયા બાદ બાઇડન રાષ્ટ્રજોગું ટૂંકું પ્રવચન કરશે.

અગાઉ જાહેર કર્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ આ સોગનવિધિ સમારોહમાં હાજરી આપવાના નથી. જો બાઇડનના રાષ્ટ્રજોગા ઐતિહાસિક પ્રવચનનો મુસદ્દો મૂળ ભારતીય મૂળના અમેરિકી નાગરિક વિનય રેડ્ડી તૈયાર કર્યો છે.

વાઇસ પ્રેસિડન્ટ તરીકે કમલા હેરિસ (ઉંમર વર્ષ 56) પહેલી અશ્વેત અને પહેલી સાઉથ એશિયન મહિલા શપથ લેશે. કમલાને સુપ્રીમ કોર્ટની પહેલી લેટિન મહિલા જસ્ટિસ સોનિયા સોટોમેયર સોગન લેવડાવશે. કમલા હેરિસ બે બાઇબલ હાથમાં રાખશે. એક બાઇબલ એમની ફેમિલી ફ્રેન્ડ રેગિના શેલ્ટનની માલિકીનું છે અને બીજું અમેરિકાની સુપ્રીમ કોર્ટના પહેલા આફ્રિકી મૂળના ન્યાયમૂ્ર્તિ જસ્ટિસ થુરગૂડ માર્શલનું હશે.