BJP expected to win in Tripura, Nagaland: Exit polls
નાગાલેન્ડના કોહિમામાં 27 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાતા પછી મતદારો (ANI Photo)

ત્રિપુરામાં ભાજપ સરળતાથી બહુમતી મેળવશે અને નાગાલેન્ડમાં તેની ગઠબંધન સરકાર સત્તામાં આવશે, એવી સોમવારે એક્ઝિટ પોલમાં આગાહી કરાઈ હતી. બીજી તરફ મેઘાલયમાં તીવ્ર સ્પર્ધાનો સંકેત છે. રાજ્યમાં કોનરાડ સંગમાની એનપીપી (નેશનલ પીપલ્સ પાર્ટી) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાની સંભાવના છે. આ પ્રત્યેક રાજ્યોમાં વિધાનસભાની બેઠકોની સંખ્યા 60 છે અને બહુમતી માટે 31 બેઠકો જરૂરી છે. ત્રણેય રાજ્યોની ચૂંટણીનું પરિણામ બે માર્ચે આવશે.

બે એક્ઝિટ પોલના સરેરાશ મુજબ ત્રિપુરમાં ભાજપને 35 બેઠકો મળવાની ધારણા છે. ડાબેરી પક્ષોને માત્ર 12 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને એકપણ બેઠક ન મળવાની શક્યતા છે. ત્રિપુરામાં પૂર્વ રાજવી પ્રદ્યોત કિશોર દેબ્બાર્માએ સ્થાપેલી નવી પાર્ટી તિતરા મોથાને 12 બેઠક મળી શકે છે. ત્રિપુરામાં હાલમાં ભાજપની સરકાર છે.

નાગાલેન્ડની કુલ 60માંથી 35થી 42 બેઠકો ભાજપ-એનડીપીપી સંગઠનને મળવાની ધારણા છે. મેઘાલયમાં કોનરાડ સંગમાની એનપીપીને 21થી 26 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને 6થી 11 બેઠકો મળવાની ધારણા છે. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસને 8થી 12 બેઠકો મળી શકે છે.

ભારતના પૂર્વીય રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા માટે સોમવાર, 27 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં અનુક્રમે 74.32 ટકા અને 81.94 ટકા મતદાન થયું હતું. નાગાલેન્ડમાં આશરે 13 લાખ મતદાતાએ કુલ 183 ઉમેદવારોનું ભાવિ ઇલેટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં સીલ કર્યું હતું. રાજ્યની કુલ 60માંથી 59 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. મેઘાલયમાં પણ 60થી 59 બેઠકો પર મતદાન થયું હતું. રાજ્યમાં કુલ 21.6 લાખ મતદાતા હતા અને 369 ઉમેદવારો મેદાનમાં હતા. આ બંને રાજ્યો ઉપરાંત ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનું પરિણામ બે માર્ચે જાહેર થશે.

LEAVE A REPLY

14 − 3 =