property tax

આવકવેરા વિભાગે તમિલનાડુમાં તાજેતરમાં કેટલાંક ફિલ્મ નિર્માતાઓ, વિતરકો અને ફાઇનાન્સરોના આશરે 40 ઠેકાણે પાડેલા દરોડા બાદ આશરે રૂ.200 કરોડની બિનહિસાબી આવક શોધી કાઢી છે, એમ સીબીડીટીએ શનિવારે જણાવ્યું હતું.

આવકવેરા વિભાગે 2 ઓગસ્ટ ચેન્નાઇ, મદુરાઈ, કોઇમ્બતુર અને વેલ્લાર સહિતના આશરે 40 ઠેકાણે સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ફિલ્મ નિર્માતા કે વિતરકોના નામ જાહેર કરાયા નથી.આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગે રૂ.26 કરોડની બિનહિસાબી રોકડ રકમ તથા આશરે રૂ.3 કરોડની ગોલ્ડ જ્વેલરી જપ્ત કરી હોવાનો દાવો કર્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીટીડી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની સર્ચ કાર્યવાહીમાંથી આશરે રૂ.200 કરોડની બિનહિસાબી આવક શોધી કાઢવામાં આવી છે. આવકવેરા વિભાગે બિનહિસાબી રોકડ વ્યવહાર અને રોકાણ સંબંધિત સંખ્યાબંધ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ જપ્ત કરી છે. ગૂપ્ત અને છુપા ઠેકાણા પણ શોધી પાડવામાં આવ્યા છે.

ફિલ્મ પ્રોડક્શન હાઉસિસના કિસ્સામાં કરચોરી જોવા મળી છે, કારણ કે ફિલ્મોની રિલીઝથી થયેલી વાસ્તવિક આવક સત્તાવાર હિસાબોમાં દર્શાવેલી રકમ કરતાં ઘણી વધુ છે. આ બિનહિસાબી આવકમાંથી બિનજાહેર કરાયેલા રોકાણ થયા હતા અને પેમેન્ટ કરાયા હતા.

નિવેદનમાં જણાવ્યા અનુસાર ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સના કિસ્સામાં જપ્ત કરાયેલા દર્શાવેલ થીએટર્સમાંથી બિનહિસાબીમાંથી રોકડનો સંકેત આપે છે. આ પુરાવા મુજબ ફિલ્મ વિતરકોએ સિન્ડિકેટ બનાવી હતી અને થીએટર્સના કલેક્શનને પદ્ધતિસર રીતે ઓછું બતાવ્યું હતું. તેનાથી વાસ્તવિક આવક પણ નીચી રહી હતી. સીબીટીસીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની સર્ચ કાર્યવાહીમાં આશરે રૂ.200 કરોડથી વધુની બિનહિસાબી આવક મળી આવી છે.