બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને સમર્થન આપવા લિયોનાર્ડો દ વિન્સીના વિખ્યાત ચિત્ર ‘ધ લાસ્ટ સપર’ના ચિત્રની નકલ (પેસ્ટિશે) કરી તેમાં દર્શાવવામાં આવેલા ઇસુના સ્થાને શ્યામ ઇસુને રજૂ કરતું ચિત્ર સેન્ટ ઑલ્બન્સ કેથેડ્રલની વેદી ઉપર રજૂ કરવામાં આવનાર છે.
11મી સદીના આ એબેના ઑલ્ટરપીસને આ સપ્તાહમાં કુ. લોર્ના મે વૉડ્સવર્થ દ્વારા રચિત શ્યામ ઇસુને દર્શાવતા હાઇ રીઝોલ્યુશન પ્રિન્ટ સાથે બદલવામાં આવશે, જેમણે જમૈકાના એક મોડેલ, ટાફરી હિન્દના લક્ષણો પર આધારિત ઇસુને દોરવામાં આવ્યા છે.
41 વર્ષના વૉડ્સવર્થે કહ્યું હતું કે “પશ્ચિમી દંતકથા પર સવાલ કરવા માટે જ તેણે ગોરા વાળ અને ભૂરી આંખો વાળા જીસસ’ને બદલે શ્યામ ઈસુને પસંદ કર્યા છે. સેન્ટ ઑલ્બન્સના ડીન, ધ વેરી રેવ ડો. જેફરી જ્હોને કહ્યું હતું કે “ચર્ચ અન્ય લોકોને ન્યાય, વંશ અથવા અન્ય વિષે ઉપદેશ આપવા માટે મજબુત સ્થિતિમાં નથી, પરંતુ આપણી શ્રદ્ધા શીખવે છે કે આપણે બધા ભગવાન દ્વારા સમાન રીતે બનાવવામાં આવ્યા છે, અને તે ભગવાન જ ન્યાયનો દેવ છે. “નિષ્ણાતો સંમત થાય છે કે ઇસુ મોટા ભાગે મિડલ ઇસ્ટર્ન દેખાવ ધરાવતા હતા છતાં સદીઓથી યુરોપિયન કલાકારો પરંપરાગત રીતે ખ્રિસ્તને તેમની પોતાની છબીમાં ગોરા દોરી રહ્યા છે.














