પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દિલ્હી અને મુંબઈ સહિતના દેશના મુખ્ય એરપોર્ટ પર બોડી સ્કેનર્સ ઇન્સોલ કરશે. દિલ્હી, બેંગલોર, કોચીન, હૈદરાબાદ, પૂણે અને ચેન્નાઇ એરપોર્ટ પર તાજેતરમાં બોડી સ્કેનર્સનો પ્રાયોગિક અમલ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક ખામીઓ પકડાઈ છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યોરિટીએ ફુલ બોડી સ્કેનર્સના ટેસ્ટિંગ પ્રોટોકોલની ભલામણ કરવા તથા તેની ચકાસણી અને તપાસ કરવા માટે ટેકનિકલ સબ-કમિટીની રચના કરી છે.

CISFના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે બેકસ્કેટર એક્સ-રે અને મિલિમીટર વેવ ટેકનોલોજી એમ બે ટેકનોલોજીનું ટેસ્ટિંગ કર્યું હતું અને મિલિમીટર વેવ ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેકનોલોજીમાં ઓછા રેડિયેશનનું ઉત્સર્જન થાય છે. જોકે મહામારીને કારણે ઇન્સ્ટોલેશન પ્રોસેસમાં વિલંબ થયો હતો અને હવે તે તમામ પક્ષકારોની ટોચની પ્રાથમિકતા છે.
CISFએ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર બોડી વોર્ન કેમેરાનું પણ પરીક્ષણ કર્યું છે. આ કેમેરા એરપોર્ટ પરના CISF અધિકારીઓ અને મુસાફરો વચ્ચેની વાતચીત રેકોર્ડ કરે છે.