ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં અને પાકિસ્તાના કબ્જા હેઠળના કાશ્મીરમાં સ્થિત ત્રાસવાદીઓના ભરતી કેન્દ્રો, તાલીમ વિસ્તાર અને લોન્ચ પેડ્સને મિસાઇલ દ્વારા નષ્ટ કર્યા હતા. આ મિસાઈલ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. સેનાની આ કાર્યવાહીને ભારતીયોએ આવકારી હતી. આ આ અંગે બોલીવૂડના વિવિધ કલાકારોએ પણ તેમની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે, ‘જય હિંદ કી સેના…ભારત માતા કી જય! ઓપરેશન સિંદૂર.’

ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે, લખ્યું હતું કે, ‘અમારી પ્રાર્થનાઓ અમારી સેના સાથે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે બધા સાથે ઊભા છીએ. જય હિંદ, વંદે માતરમ.’

અભિનેત્રી નિમ્રિત કૌરે પણ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘આપણી સેના સાથે એકતા. એક દેશ. એક મિશન. જય હિંદ, ઓપરેશન સિંદૂર.’

પીઢ અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે, ‘ભારત માતા કી જય! ઓપરેશન સિંદૂર.’

પરેશ રાવલે પણ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર, ભારતીય સશસ્ત્ર દળો, નરેન્દ્ર મોદીજી.”

અક્ષયકુમારે પોતાના X એકાઉન્ટ પર ટ્વિટ કર્યું કે, ‘જય હિંદ જય મહાકાલ.’

સાઉથના અભિનેતા ચિરંજીવી કોનિડેલાએ ઓપરેશન સિંદૂરનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું હતું કે, ‘જય હિંદ.’

 

 

 

LEAVE A REPLY