Bollywood stars Siddharth Malhotra-Kiara Advani tied the knot
**EDS: TWITTER IMAGE VIA @SidMalhotra** J. (PTI Photo)

જેસલમેરની સૂર્યગઢ હોટેલમાં બોલિવૂડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નબંધનમાં બંધાયા હતા. લગ્નના કાર્યક્રમો ખૂબ જ ધૂમધામથી શરૂ થયા હતા. રાજસ્થાન બોલિવૂડના લગ્નો માટે પ્રિય બની ગયું છે. અગાઉ વિકી કૌશલ-કેટરિના કૈફ અને નિક જોનાસ-પ્રિયંકા ચોપરાએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પ્રસંગોમાં હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની કરવામાં આવી હતી. આ પછી બંનેના શાહી લગ્ન થયા હતા. સિદ્ધાર્થ અને કિયારા શનિવારે તેમના લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. દંપતીએ મીડિયા સાથે વાત કરી ન હતી, પરંતુ સિદ્ધાર્થના ભાઈ હર્ષદ મલ્હોત્રા, માતા રિમ્મા મલ્હોત્રાએ કહ્યું કે તેઓ પરિવારમાં કિયારાનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે.

શેરશાહના સહ કલાકારોએ શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂત, કરણ જોહર અને મનીષ મલ્હોત્રાનું તેમના લગ્નમાં સ્વાગત કર્યું હતું. સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં એક પછી એક સિતારાઓ આવી પહોંચ્યા હતા. કરણ જોહર, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત એક જ ફલાઈટમાં જેસલમેર પહોંચ્યા હતા. અરમાન જૈન, અનીસ મલ્હોત્રા પણ ભવ્ય લગ્ન સમારંભમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.  મીડિયા રિપોર્ટ્સ મુજબ, આકાશ અંબાણી અને તેમના પત્ની પણ પ્રાઇવેટ જેટમાં જેસલમેર પહોંચ્યા હતા. જેસલમેર એરપોર્ટ પર રાજસ્થાની ગીત-સંગીત અને નૃત્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ મુજબ સિદ્ધાર્થ-કિયારાએ તેમના લગ્નના વીડિયો રાઈટ્સ મોટી રકમમાં એમેઝોન પ્રાઈમ વીડિયોને વેચી દીધા છે. અગાઉ દીપિકા – રણવીર અને કેટરિના – વિકી કૌશલના મેરેજ દરમિયાન પણ ચર્ચા શરૂ થઈ હતી કે, વેડિંગ સેરેમનીને સિક્રેટ રાખવા પાછળ ઓટીટીને વેચવામાં આવેલા રાઈટ્સ છે પણ હજુ સુધી તે અંગે કોઈપણ અપડેટ સામે આવ્યા નથી.

અગાઉ, સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સની પોપ્યુલર એક્ટ્રેસ નયનતારા અને હંસિકા મોટવાની તેમના લગ્નના રાઈટ્સ ઓટીટી પ્લેટફોર્મને વેચી ચૂકી છે. નયનતારા અને તેના ફિલ્મ મેકર પતિ વિગ્નેશે ₹25 કરોડમાં તેમના લગ્નના રાઈટ્સ નેટફલિક્સને આપ્યા હતા. સિદ્ધાર્થ-કિયારાએ પણ તેમના લગ્નના રાઈટ્સ કરોડો રૂપિયામાં ઓટીટી પ્લેટફોર્મને આપ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

LEAVE A REPLY

4 + nineteen =