બોલ્ટન હિન્દુ ફોરમ દ્વારા ‘ઘર ઘર નવરાત્રી’ કાર્યક્રમનું આયોજન ડિજિટલ પ્લેટફોર્મ ઝૂમ પર તા. 17થી 25 ઓક્ટોબર અને તા. 30ને શરદપુનમ પ્રસંગે રોજ સાંજે કરવામાં આવ્યું હતું. ભારતના સંગીતકારો ક્ષિતી જૈન, સંજય મોરે અને નીલેશ જૈને તેમજ સાથી કલાકારોએ લાઇવ રાસ-ગરબા રજૂ કર્યા હતા. જેનો ઝૂમ પર દેશ વિદેશના લોકોએ લાભ લીધો હતો. આ ઇવેન્ટને ફેસબુક અને યુ ટ્યૂબ પર પણ લાઈવસ્ટ્રીમ કરવામાં આવી હતી. www.boltonhinduforum.org.uk. દરરોજ સાંજે ડાન્સ સ્ટેપ્સ શીખવવા માટે ફ્રી ડાન્સ વર્કશોપ પણ ચલાવાયો હતો.