પુસ્તક ‘’લૂઝ ચેન્જ: ટીના લર્ન્સ ટૂ સેવ’’માં ટીના નામની એક યુવતી વિશેના વાર્તા રજૂ કરવામાં આવી છે. જે સુપરમાર્કેટની મુલાકાત વખતે એક રમકડુ ખરીદવા બચત કરેલી પોકેટ મની વાપરવાનું પસંદ કરે છે. 6 થી 11 વર્ષની વયના બાળકો માટે લખાયેલ આ પુસ્તકનો ઉદ્દેશ્ય બાળકોને નાણાં બચાવવાનો અને વ્યાજની કમાણીના મૂળભૂત તત્વોની સમજ આપવાનો છે. ફાઇનાન્સીયલ ટાઇમ્સના FT એડવાઈઝરના ડેપ્યુટી ન્યૂઝ એડિટર સોનિયા રાચે બચત કરવા માટે બાળકોનું આ પુસ્તક પ્રકાશિત કર્યું છે.

બાળકોને વાર્તામાં જોડવા માટે ચિત્રો સાથે સમૃદ્ધ અને ગતિશીલ રીતે પુસ્તક પૈસાના મૂલ્ય, ખર્ચ, બચત અને વસ્તુઓની કિંમતની આસપાસના મૂલ્યવાન પાઠ રજૂ કરે છે.

પ્રથમ વખત પુસ્તક લખનાર લેખિકા સોનિયા રાચે કહ્યું હતું કે “હું નાનપણથી જ નાણાકીય શિક્ષણ અને તેની જરૂરિયાત વિશે ખૂબ જ ઉત્સાહી રહી છું પરંતુ કમનસીબે ઘણા બાળકો પૈસાની દુનિયાની મૂળભૂત સમજ વિના તેમની કિશોરાવસ્થામાં પહોંચી જાય છે. મને સંશોધનમાંથી એક પુસ્તકનો વિચાર આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે પૈસાની આદત સાત વર્ષની ઉંમર સુધીમાં સેટ થઈ શકે છે. તે બાબત આંખ ખોલનારી હતી અને જ્યારે હું મારી ભત્રીજીને જન્મદિવસે ભેટ આપવા માટે નાણાંકીય બાબતો વિશેનું બાળકો માટેનું પુસ્તક ખરીદવા ગઇ ત્યારે મને ઝડપથી સમજાયું કે તે બાબતે બહુ ઓછા યોગ્ય પુસ્તકો છે. હું આશા રાખું છું કે ‘લૂઝ ચેન્જ’ તે પુસ્તકોની શ્રેણીમાં પ્રથમ હશે જે બાળકોને પૈસા અને બચતની દુનિયાનો પરિચય કરાવશે.”

FT એડવાઈઝરના એડિટર સિમોની કિરીઆકોઉએ કહ્યું હતું કે “માતાપિતા અને નાણાકીય બાબતોના પત્રકાર તરીકે, મને લાગે છે કે આ પુસ્તક માતાપિતા, શિક્ષકો અને બાળકો માટે એક મહત્વપૂર્ણ અને આકર્ષક વાંચન બની રહેશે. રંગબેરંગી અને આકર્ષક તસવીરો, ઉપયોગી ગણિત અને મનોરંજક કથા બાળકો માટે અનિવાર્ય છે.”

પુસ્તકનું સત્તાવાર લોન્ચિંગ 15 નવેમ્બરના રોજ બેરિંગ્સ ખાતે ફીનિક્સ ગ્રુપના એક ભાગ, સ્ટાન્ડર્ડ લાઇફ દ્વારા કરાયું હતું.

સ્ટાન્ડર્ડ લાઇફના નાણાકીય શિક્ષણના વડા, એન્ડ્રુ પીયર્સનએ કહ્યું હતું કે “પૈસા વિશે શીખવું અને તેનું સંચાલન કેવી રીતે કરવું એ બાળપણથી પુખ્તાવસ્થા સુધીના સંક્રમણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નાની ઉંમરની ટેવો ભવિષ્યના નાણાં પર મોટી હકારાત્મક અસર કરી શકે છે.’’

લેખક પરિચય

સોનિયા રાચ FTA એડવાઈઝર, ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં ડેપ્યુટી ન્યૂઝ એડિટર છે. તેઓ હાલમાં CII ના ડિપ્લોમા ઇન રેગ્યુલેટેડ ફાઇનાન્સિયલ પ્લાનિંગની પરીક્ષા આપી રહ્યા છે. 2017માં તેઓ ફાઇનાન્સીયલ જર્નાલિઝમની દુનિયામાં જોડાયા ત્યારથી, સોનિયાએ ટ્રેડ પ્રેસ ટાઇટલ પોર્ટફોલિયો એડવાઈઝર અને મની માર્કેટિંગમાં કામ કર્યું છે. આ પહેલા, તેણીએ એચઆર જર્નાલિઝમમાં ત્રણ વર્ષ ગાળ્યા હતા. સોનિયાએ યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડશાયરમાંથી જર્નાલિઝમ સાથે ઇંગ્લિશ લીટરેચરમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં સ્ટોની બ્રૂક યુનિવર્સિટીમાં એક્સચેન્જ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી પત્રકારત્વમાં કારકિર્દી શરૂ કરી હતી.

Book: Loose Change: Tina Learns to Save

Author: Sonia Rach

Publisher:‎ Independently published

Price: £11.99

LEAVE A REPLY

20 − 1 =