જાણીતા યુવાન હિન્દુ અગ્રણી ધ્રુવ છત્રાલિયા BEM, આંતરરાષ્ટ્રીય કાયદાની લૉ ફર્મ DWF ના કોર્પોરેટ ગ્રૂપમાં પાર્ટનર તરીકે અને વેન્ચર કેપિટલ (યુકે)ના વડા, ઈન્ડિયા ગ્રૂપના વડા તરીકે લંડન ઓફિસમાં જોડાયા છે.

તેઓ મર્જર અને એક્વિઝિશન, પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ટ્રાન્જેક્શન, જોઇન્ટ વેન્ચર અને કોર્પોરેટ કાયદાના અન્ય ક્ષેત્રોમાં વિશેષતા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખનાર છે. આ રોલ પર તેઓ કોર્પોરેટ, ખાનગી ઇક્વિટી હાઉસ, વેન્ચર કેપિટલ હાઉસ, નાણાકીય સંસ્થાઓ અને હાઇ નેટ-વર્થ વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરશે અને સ્થાનિક અને ક્રોસ બોર્ડર બંને બિઝનેસીસ પર કામ કરવાનો સમાવેશ થશે. તેઓ ટેકનોલોજી, મીડિયા અને ટેલિકોમ્યુનિકેશન્સ, નાણાકીય સેવાઓ, વીમો, ઉપભોક્તા, ઉર્જા અને કુદરતી સંસાધનો, જીવન વિજ્ઞાન અને પરિવહન ક્ષેત્રોમાં કામ કરશે.

DWF એક આંતરરાષ્ટ્રીય લૉ ફર્મ છે તથા સમગ્ર યુરોપ, એશિયા, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં 30થી વધુ સ્થળે ઓફિસો સાથે 4,000થી વધુનો સ્ટાફ ધરાવે છે. હાલમાં તેઓ FTSE 100 કંપનીઓમાંથી 18% અને FTSE 250 કંપનીઓના 32% કંપનીઓ માટે કાર્ય કરે છે. DWF ને ફાઇનાન્શિયલ ટાઇમ્સ દ્વારા યુરોપના સૌથી નવીન કાનૂની બિઝેનેસીસમાંના એક તરીકે નામ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

three − 2 =