પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે તે લીઝહોલ્ડ રિફોર્મ બિલ લીઝધારકો માટે તેમના લીઝને લંબાવવાનું અને જે તે મિલ્કતને ફ્રીહોલ્ડ ખરીદવાનું સરળ અને સસ્તું બનાવશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ફ્લેટ સિવાયના નવા બનેલા મકાનોને લીઝહોલ્ડ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ મામલો સમિતિની સ્ક્રુટીનીના સ્ટેજ પર છે.

પબ્લિક બિલ કમીટીના સાંસદોએ 1 ફેબ્રુઆરીના રોજ તેમના તારણો પ્રકાશિત કરતા પહેલા ગુરુવારે લીઝધારકો અને ફ્રીહોલ્ડર જૂથોના પ્રતિનિધિઓ તેમજ કાનૂની નિષ્ણાતો અને કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ્સની પૂછપરછ કરી હતી.

રેસિડેન્શિયલ ફ્રીહોલ્ડ એસોસિયેશનના લીઝહોલ્ડના વડા જેક સ્પીયરમેને હાઉસિંગ સેક્રેટરી માઈકલ ગોવની હાલના લીઝ પર જમીનના ભાડાને મર્યાદિત કરવા માટેની દરખાસ્તોનો વિરેધ કરતાં જણાવ્યું હતું કે ‘’આવી કેપ રોકાણકારોને રોકશે, કેમ કે યુકેને આગામી સાત વર્ષમાં આવાસની માંગને પહોંચી વળવા માટે £250 બિલિયનના રોકાણની જરૂર છે. આ દેશમાં સામાન્ય જીવન ક્ષેત્ર અને મકાનો બાંધવા માટેની મૂડી ક્યાંકથી આવે તે જરૂરી છે.”

લીઝહોલ્ડ સિસ્ટમ પરની એક ડોક્યુમેન્ટ્રી પર કામ કરી રહેલા લેબર એમપી બેરી ગાર્ડિનરે પેન્શન ફંડની જમીનના ભાડામાંથી આવક મેળવવાની ક્ષમતા વિના હાઉસિંગ માર્કેટ પડી ભાંગી જશે તે વિચારને “બકવાસ” ગણાવ્યો હતો. ફ્રીહોલ્ડર્સે છેલ્લાં 15 વર્ષોમાં ભાડાકીય માળખું બનાવ્યું છે જેના દ્વારા તેઓ કોઈ સેવા વિના જ્યાં ગ્રાઉન્ડ રેન્ટ તરીકે આવક મેળવી શકે છે જે કેટલાક કિસ્સાઓમાં £8,000 પ્રતિ વર્ષ છે તો કેટલાક દર 10 વર્ષે બમણા થાય છે.’’

2022ના સમરમાં નવા લીઝ માટેનું ગ્રાઉન્ડ રેન્ટ નાબૂદ કરાયું હતું. જો કે, હજુ પણ નોંધપાત્ર લીઝધારકોના ગ્રાઉન્ડ રેન્ટ આગામી વર્ષોમાં ઝડપથી વધશે. પેપરકોર્ન કેપ લીઝધારકોના 10 વર્ષમાં ગ્રાઉન્ડ રેન્ટના £5.1 બિલિયન બચાવશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 4.5 મિલિયન લીઝધારકો છે જેઓ સરેરાશ £1,136 જેટલી બચત કરશે. જો ગ્રાઉન્ડ રેન્ટ શૂન્ય કરી દેવાય તો ફ્રીહોલ્ડર્સને એસેટ વેલ્યુમાં £27.3 બિલિયનના નુકસાનનો સામનો કરવો પડશે, જેના પરિણામે કુલ £32.4 બિલિયનનો ફટકો પડશે એવો સરકારનો અંદાજ છે.

LEAVE A REPLY

11 − eight =