વોટરગેટ ષડયંત્રનો ઉપયોગ એક પ્રેસિડેન્ટને ઉથલાવલી દેવા માટે કરાયો તે વખતના વ્હાઇટ હાઉસની અંદરના નિર્ણાયક દિવસો, કલાકો અને ક્ષણોની રજેરજની માહિતીનો એક તીવ્ર ધ્યાન કેન્દ્રિત, ઉત્તેજક હિસાબ કિતાબ આ પુસ્તક ‘’કિંગ રિચાર્ડ: નિક્સન એન્ડ વોટરગેટ: એન અમેરિકન ટ્રેજેડી’’માં વખાણાયેલા બ્રિટિશ લેખક માઈકલ ડોબ્સ તરફથી કહેવામાં આવ્યો છે.

જાન્યુઆરી 1973માં, ઐતિહાસિક લેન્ડસ્લાઇડ ચૂંટણીમાં ફરીથી જીત્યા બાદ રિચાર્ડ નિક્સનનું બહુમાન કરવામાં આવ્યું હતું. પરંતુ એપ્રિલ સુધીમાં તેમનું પ્રમુખપદ અલગથલગ થઇ ગયું હતું. વોટરગેટ સ્કેન્ડલને વ્હાઇટ હાઉસના સલાહકાર જ્હોન ડીને ‘સંપૂર્ણ કેન્સર’ તરીકે ઓળખાવ્યું હતું. ‘’કિંગ રિચાર્ડ: નિક્સન એન્ડ વોટરગેટ: એન અમેરિકન ટ્રેજેડી‘’ પુસ્તક એ ટેન્શનથી ભરેલા સો દિવસોની ઘનિષ્ઠ, સંપૂર્ણ રીતે શોષી લેતી કથા છે. જ્યારે વોટરગેટ ચોરો અને વહીવટમાં સંડોવાયેલા તેમના હેન્ડલરો એક બીજા પર આક્રમણ કરતા હતા, જે વ્હાઇટ હાઉસ સાથેના તેમના સીધા જોડાણને જાહેર કરે છે તે વખતની આ કથા છે.

નવા રીલિઝ થયેલાં હજારો કલાકોનાં ટેપેડ રેકોર્ડિંગ્સ પર વાચકોને લઇ જઇને લેખક માઈકલ ડોબ્સ આપણને ષડયંત્રના ખૂબ જ હૃદયમાં લઈ જાય છે, આ નાટકીય ઘટનાઓને અભૂતપૂર્વ રીતે આબેહૂબ વિગતમાં ફરીથી રજૂ કરે છે. જેમની આસપાસનો ફાંસો કડક થઈ ગયો હતો અને દૈનિક દબાણ વધુને વધુ અસહ્ય બન્યું હતું તેવા મુખ્ય ખેલાડીઓની વધતી જતી પેરાનોઇયાને પકડે છે અને દોષને દૂર કરવાના તેમના ભયાવહ પ્રયાસોને રજૂ કરે છે. આ સ્પેલબાઈન્ડિંગ ડ્રામાનાં કેન્દ્રમાં નિક્સન પોતે છે. એક એવા માણસ, જેમની પાસે અપાર શક્તિઓ હતી – ખાસ કરીને દરેક કિંમતે જીતવાનો તેઓ અડગ નિર્ણય ધરાવતા હતા. પણ તેમની પાસે કેટલીક ઘાતક ખામીઓ પણ હતી.

એક અનોખા અમેરિકન ટ્વિસ્ટ સાથે ક્લાસિકલ ટ્રેજેડીની જેમ રચાયેલ, આ મહત્વાકાંક્ષા, શક્તિ અને વિશ્વાસઘાતના મહાકાવ્ય સમાન  પુસ્તક એક ઊંડી માનવીય વાર્તા છે.

પુસ્તક સમિક્ષા

  • ‘’આ પુસ્તક દ્રશ્યનું ચિત્રણ કરવામાં ઉત્તમ છે… મને વારંવાર વોટરગેટના સારા, ઝડપી અને વાંચી શકાય તેવા સિંગલ-વોલ્યુમ એકાઉન્ટની ભલામણ કરવાનું કહેવામાં આવ્યું છે. મને લાગે છે કે ભવિષ્યમાં હું આ પુસ્તકની ભલામણ કરીશ.’ – ડેનિયલ ફિન્કેલસ્ટીન, ધ ટાઇમ્સ
  • ‘ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ટ્વીટ્સ હતી પરંતુ નિક્સન પાસે ટેપ હતી: તેમાંથી 3,700 કલાકો… માઈકલ ડોબ્સ માટે સોનાની ખાણ સાબિત થયા છે… સુંદર રીતે લખાયેલ પુસ્તક નિકસનના બીજા સો દિવસ પર ઝૂમ કરે છે. – ડેવિડ સ્મિથ, ધ ગાર્ડિયન
  • ‘માઈકલ ડોબ્સ નેરેટિવ હિસ્ટ્રીમાં માસ્ટર છે. વોટરગેટના સૌથી નિર્ણાયક 100 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરીને ડોબ્સ રિચાર્ડ નિકસનની દુર્ઘટનાને જીવંત કરવામાં સક્ષમ થયા છે. ખરેખર આકર્ષક વાંચન અને મૂવિંગ પોટ્રેટ છે.’ – ઇવાન થોમસ, બીઇંગ નિક્સનના લેખક

લેખક વિશે

માઈકલ ડોબ્સનો જન્મ અને શિક્ષણ બ્રિટનમાં થયું હતું, પરંતુ હવે તેઓ યુએસના નાગરિક છે. તેઓ ધ વોશિંગ્ટન પોસ્ટ માટે લાંબા સમય સુધી પત્રકાર રહ્યા હતા. તેમણે વિદેશી સંવાદદાતા તરીકે સામ્યવાદના પતનને આવર્યું હતું. તેમણે પ્રિન્સટન, જ્યોર્જટાઉન અને મિશિગન યુનિવર્સિટીમાં પણ ભણાવ્યું હતું. કોલ્ડ વોર ટ્રાયોલોજી, ડાઉન વિથ બિગ બ્રધર, વન મિનિટ ટુ મિડનાઈટ અને સીક્સ મંથ ઇમ 1945ના લેખક છે. તેઓ વોશિંગ્ટન, ડીસીની બહાર રહે છે.

King Richard: Nixon and Watergate: an American tragedy
Author: Michael Dobbs
Publisher ‏: ‎ Scribe UK
Price: £18.99