યુકેના વડા પ્રધાનના કાર્યાલયની ત્રીજી શતાબ્દીને ચિહ્નિત કરતું એન્થોની સેલ્ડનનું આ પુસ્તક તેની અસાધારણ વાર્તા કહે છે. પુસ્તકમાં બખૂબી બતાવાયું છે કે વિશ્વના ઇતિહાસમાં કોઈપણ લોકશાહી દેશ કરતા કઇ રીતે એક રાજકીય કાર્યાલય આટલા બધા સમય સુધી કેવી રીતે અને શા માટે ટકી રહ્યું છે. નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટના ઈતિહાસકાર સર એન્થોની સેલ્ડને યુકેના તમામ વડાપ્રધાનોના જીવન અને કારકિર્દી, પ્રેમ અને કૌભાંડો, સફળતાઓ અને નિષ્ફળતાઓની શોધ કરી છે. આ પુસ્તકમાં તેઓ રોબર્ટ વોલપોલ અને વિલિયમ પિટ ધ યંગરથી માંડીને ક્લેમેન્ટ એટલી અને માર્ગારેટ થેચર સુધીના વડા પ્રધાનો વિષે ચર્ચા કરી છે. તેમણે કયા વડાપ્રધાનો સૌથી વધુ અસરકારક રહ્યા છે તેનાથી લઇને શાહી પરિવાર અને વડા પ્રધાનના કાર્યાલય વચ્ચેના બદલાતા સંબંધોને ઘનિષ્ઠ વિગતો છતી કરી છે. આ પુસ્તક ક્રાંતિ અને ગૃહયુદ્ધને ટાળી, શાંતિ, કટોકટી અને યુદ્ધના સમયમાં દેશનું નેતૃત્વ કરનાર 55 નોંધપાત્ર વ્યક્તિઓની માનવતા અને નબળાઈ, કાર્ય અને સિદ્ધિની ઉજવણી કરે છે.

આ પુસ્તકને એમેઝોન પર 5માંથી 4.4નું સ્ટાર રેટિંગ મળેલું છે.

પુસ્તક સમીક્ષા

  • ‘એક જબરદસ્ત, મેજિસ્ટ્રિયલ પુસ્તક, તેજસ્વી ઐતિહાસિક અને રાજકીય સૂઝથી માહિતગાર અને આધારભૂત પુસ્તક છે.’ વિલિયમ બોયડ, ટ્રિયો, રેસ્ટલેસ એન્ડ એની હ્યુમન હાર્ટના લેખક.
  • ‘સાર્વભૌમ પ્રધાનના બંધારણીય પદ માટે સારી માર્ગદર્શિકા છે’ સિમોન હેફર, ડેઇલી ટેલિગ્રાફ
  • ‘રસપ્રદ, વડા પ્રધાનપદના ઇતિહાસથી ભરપૂર…’ પોલ ડોનેલી, ડેઇલી એક્સપ્રેસ
  • વડાપ્રધાન કાર્યાલયના વાંચનયોગ્ય, જીવંત, મનોરંજક અને ગંભીર હિસાબ રજૂ કરવા બદલ લેખક અભિનંદન મળવા જોઇએ.’ માઇકલ વ્હીલર, ચર્ચ ટાઇમ્સ

લેખક પરિચય

સર એન્થોની સેલ્ડન નંબર 10 અને વડા પ્રધાનો સાથે સંબંધિત તમામ બાબતો પર સ્વીકૃત નેશનલ ઓથોરિટી ગણાય છે. વડા પ્રધાન પરનું તેમનું પ્રથમ પુસ્તક, ‘ચર્ચિલ્સ ઇન્ડિયન સમર’ 1981માં – ચાલીસ વર્ષ પહેલાં પ્રકાશિત થયું હતું, અને ત્યારથી તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે અથવા સંપાદિત કર્યા છે. જેમાં છેલ્લા પાંચ વડા પ્રધાનો વિષે છે. તેઓ નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટના માનદ ઈતિહાસકાર છે, નેશનલ આર્કાઈવ ટ્રસ્ટના અધ્યક્ષ છે અને છેલ્લા 50 વર્ષોમાં તેમણે નંબર 10 પર કામ કરનારા તમામ લોકોના ઈન્ટરવ્યુ લીધા છે.

સહલેખક જોનાથન મીકિને રોયલ હોલોવે, યુનિવર્સિટી ઓફ લંડન અને યુનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રુઝ ખાતે શિક્ષણ મેળવ્યું હતું. ઇતિહાસમાં તેમને જીવનભર રસ રહ્યો છે.

સહલેખક ઇલિયસ થોમ્સનું આ ચોથું પુસ્તક છે, જેમાં કેમેરન એટ 10 અને બ્રાઉન એટ 10નો સમાવેશ થાય છે. તેમણે 2014માં બલિઓલ કૉલેજ, ઓક્સફર્ડમાંથી ઇતિહાસ અને રાજકારણની ડિગ્રી મેળવી હતી અને યુકે ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગોમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.

Book: The Impossible Office?: The History of the British Prime Minister

Author: Anthony Seldon

Publisher ‏: ‎ Cambridge University Press

Price: £19.99