Matt Dunham/Pool via REUTERS

વડા પ્રધાન બોરિસ જૉન્સને મંગળવારે તા. 19ના રોજ તેમની અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે સરકારના રેકોર્ડ અને ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટેની પ્રતિબદ્ધતાનો બચાવ કર્યો હતો.

તેમણે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેમના મંત્રીઓને કહ્યું હતું કે “કોણ શંકા કરી શકે કે આપણે નેટ ઝીરો પર જવા માટે પ્રથમ મોટી અર્થવ્યવસ્થા બનવા માટે યોગ્ય છીએ. આ કહેવું ક્યારેક અયોગ્ય હોઈ શકે છે પરંતુ તે કરવું યોગ્ય છે.”

જૉન્સનને આ મહિનાની શરૂઆતમાં નેતૃત્વને હચમચાવી દેતા કૌભાંડો વચ્ચે રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્વરિત ચૂંટણી કરવાના લેબરના પ્રયત્નોને રોકવા માટે તેમણે રજૂ કરેલ અવિશ્વાસનો મત જીત્યો હતો. સંસદ ગુરુવારથી તેની વાર્ષિક સમર હોલીડે પર જશે.