કોરોનાના મહામારીનો સામનો કરવામાં કથિત નિષ્ફળતા બદલ બ્રાઝિલના લોકોએ 19 જૂન 2021ના રોજ મનૈૌસમાં પ્રેસિડન્ટ જે બોલસોનારો સામે વિરોધી દેખાવો કર્યા હતા. REUTERS/Bruno Kelly

બ્રાઝિલમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક શનિવારે 500,000ને વટાવી ગયો હતો. આની સાથે નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે વેક્સિનેશનમાં વિલંબ અને સોસિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો અમલ કરવાના સરકારના ઇનકારને કારણે આ મહામારીની વધુ નિરંકુશ બની શકે છે. બ્રાઝિલમાં હજુ માત્ર 11 ટકા લોકોને વેક્સીન મળી છે.

આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં કોરોનાના 17,883,750 કેસમાંથી 500,800 લોકોના મોત થયો છે. અમેરિકા પછી વિશ્વના કોઇપણ દેશ કરતાં આ સૌથી વધુ મોત છે. ગયા સપ્તાહે બ્રાઝિલમાં સરેરાશ દૈનિક 2,000ના મોત થયા હતા.