ઇલિંગ રોડ પર આવેલા બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન ખાતે ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રેન્ટ અને હેરોના લગભગ ૨૦૦ લોકો હાજર રહ્યા હતા.
ભારતીય સમુદાય સાથે બરોના કાયમી સંબંધો પર પ્રકાશ પાડતા બ્રેન્ટના મેયર, કાઉન્સિલર રાયન હેકે સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે “આપણા સહિયારા મૂલ્યો – પરિવાર, કરુણા અને સમુદાય – આ કેન્દ્રની સ્થાપનાનો પાયો છે અને આપણું બરો જેનું પ્રતિનિધિત્વ કરે છે તેનું હૃદય છે. તમારી ભાવના, તમારી સંસ્કૃતિ અને તમારા યોગદાન આપણે કોણ છીએ તેના તાંતણામાં વણાઈ ગયા છે. ભગવાન ભારત અને યુકેને આશીર્વાદ આપે. જય હિંદ!”
તેમણે એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટના અંગે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે અસર પામેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઠમી સેનામાં તેમના પરદાદાના અનુભવો પર પ્રતિબિંબ પાડ્યું હતું.
આ ઉજવણીમાં સ્થાનિક યુવાનોએ ઢોલ પર ધૂન વગાડવામાં આવી હતી અને બ્રેન્ટમાં ભારતીય સમુદાયના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
