બ્રિટિશ સંસદે આખરે બ્રેક્ઝિટ ખરડાને મંજૂરી આપી દીધી હતી. હવે બ્રિટન યૂરોપિયન યૂનિયન છોડી દઇ શકશે.જો કે હજુ મહારાણી એલિઝાબેથની ઔપચારિક મંજૂરની વાટ જોવાઇ રહી હતી. વાસ્તવમાં આ મુદ્દેજ થોડા સમય પહેલાં સંસદીય ચૂંટણી કરવી પડી હતી જેમાં બોરિસ જ્હૉન્સનના પક્ષને જંગી બહુમતી મળી હતી.31મી જાન્યુઆરીની મધરાતે બ્રિટન યૂરોપિયન યૂનિયનના જોડાણથી મુક્ત થશે.

એ પહેલાં વડા પ્રધાન રાત્રે 11 વાગ્યે રાષ્ટ્રજોગું પ્રવચન કરશે. એ પહેલાં તેમના પ્રધાનમંડળની એક ઇમર્જન્સી બેઠક પણ યોજાશે. સ્કોટલેન્ડ, નોર્ધર્ન આયર્લેંડ અને વેલ્સ સહિત બ્રિટનના તમામ વિસ્તારોને રાષ્ટ્રીય એકતા અંગેનો સંદેશો આપવા પ્રધાન મંડળની આ બેઠક યોજાવાની છે.બ્રિટનની સંસદનું નીચલું ગૃહ એટલે કે હાઉસ ઑફ કોમન્સ અત્યાર અગાઉ જ આ ખરડાને મજૂરી આપી ચૂક્યું હતું.

હવે હાઉસ ઑફ લોર્ડ્ઝે પણ મંજૂરી આપી હતી. આમ બ્રેક્ઝિટના માર્ગમાં રહેલા તમામ અવરોધો દૂર થયા હતા. જો કે હાઉસ ઑફ લોર્ડ્ઝમાં થેાડાંક સૂચનો રજૂ થયાં હતાં જેમાં બાળ શરણાર્થી જેવા મુદ્દાનો સમાવેશ થયો હતો. હવે બ્રિટન યૂરોપિયન યુનિયનની બહાર નીકળી જઇ શકશે.