પ્રતિક તસવીર

કિંગ ચાર્લ્સ III (ધ પ્રિન્સ ઓફ વેલ્સ) દ્વારા 2007માં સ્થપાયેલ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ ખાનગી કંપનીઓ, સખાવતી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના એક શક્તિશાળી કોન્સોર્ટિયમ દ્વારા ભારતમાં આગામી પાંચ વર્ષમાં 40 લાખ બાળકોના ભણતરને ટેકો આપશે. ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી (FLN) માં શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેની લિફ્ટએડ પહેલની ભારત સરકારે પણ ઓળખ કરી છે.

માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન, રિલાયન્સ ફાઉન્ડેશન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સહિત કુલ 26 ભાગીદારો દ્વારા $20 મિલિયન સુધીના બજેટ સાથે આ વિચારને ભંડોળ અને સમર્થન આપવામાં આવ્યું છે.

લિફ્ટએડનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની વર્તમાન અને ભાવિ પેઢીઓ પર કાયમી અસર કરવાનો છે. આ માટે ગ્રેડ 1-3 વચ્ચેના વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સુધારો કરવા રાજ્ય સરકારો અને શાળાઓને તાલીમ આપનારા શિક્ષકો સાથે કામ કરવામાં આવશે. ઘરેલુ શિક્ષણ સાથે ઓછી આવક ધરાવતા સમુદાયોના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ડિજિટલ સોલ્યુશન્સ વિકસાવવા ટેક્નોલોજી આધારિત એડટેક એક્સિલરેટરનો ઉપયોગ કરવામાં આવશે.

LEAVE A REPLY

six + 5 =