DENSHAW, UNITED KINGDOM - JANUARY 14: Debbie Abrahams, the new Labour MP for Oldham East and Saddleworth, walks with her husband John during a photocall to mark her victory, on January 14, 2011 in Denshaw, Lancashire. Liberal Democrat Elwyn Watkins came second. The by-election is the first since the general election after court decision annulled former Labour minister Phil Woolas's victory in May 2010. (Photo by Martin Rickett - WPA Pool/Getty Images)

કાશ્મીર માટેની ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના અધ્યક્ષ અને લેબર પાર્ટીના ઓલ્ડહામ ઇસ્ટ અને સેડલવર્થના સાંસદ ડેબી અબ્રાહમ્સને તા. 17/2/20ના રોજ ભારતમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો અને તેમને ડીપોર્ટ કરી વળતા પ્લેનમાં દુબઈ મોકલી અપાયા હતા.
કાશ્મીર બાબતે ભારત સરકારના વલણ અને તાજેતરમાં કલમ 370ની નાબૂદી અંગે ભારતની આકરી ટીકા કરનાર ડેબી અબ્રાહમ્સ સવારે 8.50 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમને કહેવાયું હતું કે ગત ઓક્ટોબરમાં આપવામાં આવેલા ઇ-વિઝા રદ
કરાયા છે. તે વીઝા ઑક્ટોબર 2020 સુધીના હતા.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ સંસદસભ્યને યોગ્ય રીતે અગાઉથી જ તા. 14 ફેબ્રુઆરીના રોજ જાણ કરાઈ હતી કે તેમના વિઝા રદ કરાયા છે. સંભવત: આ જાણ્યા પછી પણ તેઓ દિલ્હી પહોંચી ગયા હતા. ડેબી અબ્રાહમ્સના ઇ-બિઝનેસ વિઝા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે રદ કરાયા હતા. વિઝા અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઇઝેશન આપવુ, તેવી વિનંતીનો અસ્વીકાર કરવો અથવા તે રદ કરવા એ કોઈ પણ દેશનો સાર્વભૌમ અધિકાર છે.
અધિકારીઓએ દલીલ કરી હતી કે “કોઈ પણ સંજોગોમાં, અગાઉ ઇશ્યૂ કરાયેલ ઇ-બિઝનેસ વિઝાનો પરિવાર અને મિત્રોની મુલાકાત માટે ઉપયોગ કરી શકાતો નથી. બિઝનેસ વિઝા બિઝનેસ મીટિંગ્સ અને તેને લગતા કામો માટે હોય છે. તેમણે જ જણાવ્યુ હતુ કે તેઓ મિત્રો અને પરિચિતોની મુલાકાત માટે ભારત આવ્યા હતા અને તે માટે તેમણે નવા વિઝા લેવા જરૂરી હતા.’’
અબ્રાહમ્સે પીટીઆઈને જણાવ્યું હતું કે તેમને “13 ફેબ્રુઆરી પહેલા કોઈ ઇમેઇલ પ્રાપ્ત થયા નથી”. તે પછી, તેઓ મુસાફરી કરતા હતા અને તેમની ઑફિસથી તેઓ દૂર હતા.
શ્રીમતી અબ્રાહમ્સે જણાવ્યુ હતુ કે “બીજા બધાની સાથે, મેં મારા ઇ-વિઝા સહિતના દસ્તાવેજો એરપોર્ટ પર ઇમિગ્રેશન ડેસ્ક પર આપતા મને જણાવવામાં આવ્યુ હતુ કે મારા વિઝા રીવોક થયા છે. તે અધિકારી મારો પાસપોર્ટ લઇ લગભગ 10 મિનિટ માટે ગાયબ થઈ ગયા હતા. તે પાછા આવ્યા ત્યારે તે ખૂબ જ અસંસ્કારી અને આક્રમક હતા અને તેણે ‘મારી સાથે આવવા’ કહેતા મેં તેમને કહ્યું હતુ કે મારી સાથે આવી વાત ન કરો અને પછી તે મને ડેપોર્ટી સેલ તરીકે ઓળખાતા કોર્ડન કરેલા વિસ્તારમાં લઈ ગયા હતા.’’
અબ્રાહમ્સે જણાવ્યુ હતુ કે મારા સગાની મદદથી અમે બ્રિટિશ હાઈ કમિશનનો સંપર્ક સાધ્યો હતો. તે પછી વિવિધ ઇમિગ્રેશન અધિકારીઓ મારી પાસે આવ્યા હતા પરંતુ કોઈને વિઝા શા માટે રદ થયા તેની ખબર નહોતી. ઇન્ચાર્જ લાગતા વ્યક્તિને જણાવ્યું હતું કે જે બન્યું તેનાથી ખરેખર હું દિલગીર છુ. મારી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું છે.’’
તેમના સંસદીય સહાયક અને કર્કલીઝ કાઉન્સિલના કાઉન્સિલર હરપ્રીત ઉપ્પલ પણ તેમની સાથે હતા અને તેઓ દુબઇથી એમીરેટ્સની ફ્લાઇટમાં નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઉપ્પલે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અધિકારીઓએ અબ્રાહમ્સને પ્રવેશના ઈનકાર અને તેમના વિઝા રદ કરવા માટેનું કોઈ કારણ જણાવ્યું નથી.
લેબર સાંસદે મિરરને કહ્યું હતુ કે તેઓ ભારતમાં રહેતા એક સ્વજનનુ દેહાંત થતા દિલ્હીની બે દિવસીય ખાનગી મુલાકાતે ગયા હતા અને તે પછી તેઓ એ.પી.પી.જી.ની સત્તાવાર મુલાકાતે મીસ ઉપ્પલ સાથે પાકિસ્તાન જવાના હતા.