બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા પછી બ્રિટનને બીજો એક મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટિશ પીએમ બોરિસ જ્હોનસન કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવતા સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે.બોરિસ જોન્સને ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તેમનામાં કોરોના વાયરસના હળવા લક્ષણો સામે આવ્યા છે. જેમાં તાવ અને ઉધરસ સામેલ છે.

આ છેલ્લા 24 કલાકથી છે. ચીફ મેડિકલ ઓફિસરના કહેવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. બોરિસ જોન્સને જાણકારી આપી તે તે આઈસોલેશનમાં જઈ રહ્યા છે. સાથે તે વર્ક ફ્રોમ હોમ કરશે. તેમણે કહ્યું હતું કે તે પોતાના ઘરેથી જ સરકારી કામ વીડિયો કોન્ફરસ દ્વારા કરશે.

બ્રિટનમાં અત્યાર સુધી 12 હજાર લોકો કોરોનાની ચપેટમાં છે. 578 લોકોના મોત થયા છે. બ્રિટન એ યૂરોપિય દેશોમાં સામેલ છે જેણે લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉન પછી એવી આશા હતી કે દેશમાં કોવિડ 19 નિયંત્રણમાં આવી જશે પણ એક દિવસમાં 100થી વધારે મોતના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.