પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
ભારત સરકારે 16 રાજ્યોના 3,60,000 ગામોમાં બ્રોડબેન્ડ સુવિધા આપતા માટે રૂ.19,041 કરોડની ફાળવણી કરી હતી. બુધવારે કેન્દ્રીય કેબિનેટે 16 રાજ્યોના ગામાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સુવિધા પહોંચાડવા માટે જાહેર ખાનગી ભાગીદારીના માધ્યમથી ભારતનેટ અમલીકરણ વ્યુહરચનાને પરવાનગી આપી હતી.
કેબિનેટની બેઠકના નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, 16 રાજ્યોના 3,60,000 ગામોને બ્રોડબેન્ડથી જોડવા માટે રૂ.29,430 કરોડનો ખર્ચ થશે. જેમાં કેન્દ્ર સરકાર રૂ.19,041 કરોડની ફાળવણી કરશે. સરકાર આ રકમ યોજનાને વ્યાવહારિક બનાવવા માટે મદદ રૂપે આપશે. રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ દેશના 6 લાખ ગામોને એક હજાર દિવસની અંદર બ્રોડબેન્ડ સેવાઓથી જોડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી જ યોજનામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં અઢી લાખ પંચાયતોમાંથી 1.56 લાખ પંચાયતોને બ્રોડબેન્ડથી જોડી નાખવામાં આવી છે.