Supreme Court's split verdict in Karnataka Hijab case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મુંબઈમાં મંગળવારે બુરખો પહેરવાનો કથિક ઇનકાર કરનાર હિન્દુ પત્નીની તેના મુસ્લિમ પતિએ ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. ઈકબાલ મહેમૂદ નામના વ્યક્તિએ તેની પત્નિ રુપાલીની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે રુપાલી બુરખો પહેરવાનો અને મુસ્લિમ રિવાજોનુ પાલન કરવાનો ઈનકાર કરી રહી હતી. ઈકબાલના અત્યાચારથી કંટાળીને છુટાછેડાની માંગણી કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે મુંબઈના ચેમ્બૂર વિસ્તારની આ ઘટના છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રુપાલીએ ઈકબાલ સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદ રુપાલી હિન્દુ હોવાથી ઈસ્લામિક રિવાજોનુ પાલન કરતી ન હતી. તેનાથી ઈકલાબ અને તેના પરિવારજનો નારાજ હતા.

ઈકબાલે રુપાલીને સોમવારે મળવા માટે બોલાવી હતી. આ દરમિયાન ફરી બુરખો પહેરવા અંગે બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. એ પછી ઈકબાલે ચાકુ કાઢીને રુપાલીના ગળા પર ઘા માર્યા હતા અને તે ભાગી ગયો હતો.

LEAVE A REPLY

2 × 1 =