(ANI Photo)
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની બુધવારે પેટાચૂંટણી યોજાઈ હતી. ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં હિંસાની છૂટાછવાઇ ઘટનાઓ બની હતી.પશ્ચિમ બંગાળની ચાર, હિમાચલપ્રદેશની ત્રણ, ઉત્તરાખંડની બે તથા બિહાર, તામિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબની એક-એક બેઠકો પર મતદાન થયું હતું.આ ચૂંટણીનું રિઝલ્ટ 13 જુલાઇએ આવશે.
લોકસભાની ચૂંટણી પછીની આ પ્રથમ ચૂંટણીમાં હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુની પત્ની કમલેશ ઠાકુર સહિત ઘણા દિગ્ગજો અને કેટલાક નવોદિત ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું. ધારાસભ્યના મૃત્યુ અથવા વર્તમાન સભ્યોના રાજીનામાને કારણે ખાલ પડેલી બેઠકો પર આ પેટાચૂંટણી યોજાઈ હતી.
ઉત્તરાખંડના મંગલૌર બેઠક પર એક મતદાન કેન્દ્ર પર બે પક્ષોના સમર્થકો વચ્ચેની હિંસામાં ચાર લોકો ઘાયલ થયા હતા. બૂથ પર પણ ફાયરિંગના પણ અહેવાલ મળ્યા હતાં.મંગલૌરમાં 67.28, જ્યારે બદ્રીનાથમાં 47.68 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં બગદાહ અને રાણાઘાટ દક્ષિણ વિધાનસભા ક્ષેત્રોમાં હિંસા થઈ હતી. ભાજપે ટીએમસી કાર્યકરો પર તેના બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આક્ષેપ કર્યો હતો. રાયગંજમાં સૌથી વધુ 67.12 ટકા મતદાન થયું હતું, રાણાઘાટ દક્ષિણમાં 65.37 ટકા, બગડામાં 65.15 ટકા અને માણિકતલામાં 51.39 ટકા મતદાન થયું હતું.
હિમાચલપ્રદેશમાં નાલાગઢ બેઠક પર સુધી સૌથી વધુ 75.22 મતદાન, હમીરપુરમાં 65.78 અને દેહરામાં 63.89 ટકા મતદાન થયું હતું. પંજાબમાં જલંધર પશ્ચિમ બેઠક પર 51.30 ટકા મતદાન થયું હતું.

LEAVE A REPLY