FILE PHOTO: Cairn India employees work at a storage facility for crude oil at Mangala oil field at Barmer in the desert Indian state of Rajasthan August 29, 2009. REUTERS/Parth Sanyal/File Photo

યુકે સ્થિત કેઇર્ન એનર્જીએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ફ્રાન્સથી લઈને યુકેમાં આવેલી ભારત સરકારની મિલકતો જપ્ત નહી કરે તેવી ભારત સરકારને લેખિતમાં ખાતરી આપી છે. ભારત સરકારે પશ્ચાદવર્તી કરના વિવાદની પતાવટની ઓફર કરતાં કેઇર્ને આ કેસ પડતા મૂક્યા હતા. તેના પગલે ભારત સરકાર કેઇર્ન પાસેથી વસૂલેલો 7,900 કરોડનો વેરો પરત કરશે.

હવે નવા કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે પશ્ચાદવર્તી કરવેરા પ્રણાલિની જોગવાઈઓ પડતી મૂકવી પડશે. તેની સામે કંપનીએ પણ ભારત સરકારને ખાતરી આપી છે કે તેઓ પણ વિશ્વમાં તેની સામે ક્યાંય કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી કરે. સરકારે આ બાબત સ્વીકારી છે અને તેણે કેઇર્નને ફોર્મ-ટુ આપ્યું છે. તેમા તેણે જણાવ્યું છે કે તે પશ્ચાદવર્તી વેરાની માંગ મુજબ વસૂલાયેલા વેરા પરત કરશે. ફોર્મ-ટુ જારી થયા પછી કેર્ન કાયદાકીય પ્રક્રિયા પડતી મૂકશે અને તેને રિફંડ પેટે 7,900 કરોડ મળશે.

કંપનીએ જણાવ્યું હતું કે તેણે ભારત સરકાર સાથે તાજેતરમાં રજૂ થયેલા નવા કાયદામાં ટેક્સેશન (અમેન્ડમેન્ટ) બિલ 2021 સ્વીકાર્યુ છે. આ કાયદા મુજબ કેઇર્નને ભારત સરકાર દ્વારા પશ્ચાદવર્તી અસરથી વસૂલાયેલા બધા ટેક્સનું રિફંડ મળશે. તેણે જણાવ્યું હતું કે કેટલીક જોગવાઈઓને આધીન રહીને ટેક્સશન અમેન્ડમેન્ટ એક્ટ કેર્ન પાસે જાન્યુઆરી 2016માં વસૂલાયેલી લેવી 7,900 કરોડના રિફંડનો અધિકાર આપે છે. પશ્ચાદવર્તી વેરાના લીધે રોકાણના આકર્ષક કેન્દ્ર તરીકે ભારતની ખરડાયેલી છાપને સુધારવા સરકારે બહુરાષ્ટ્રીય કંપનીઓ ટેલિકોમ જૂથ વોડાફોન, ફાર્માસ્યુટિકલ કંપની સનોફી અને બુ્રઅર સબમિલર તથા કેર્ન સામે થઈને એમ કુલ ૧.૧ લાખ કરોડના પડતર ક્લેમ્સને નવા કાયદા હેઠળ પડતા મૂક્યા હતા.