Surgeon Bipin Kumar Jha acquitted for sexually assaulting three female students
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વેસ્ટ યોર્કશાયરમાં સાત વર્ષ દરમિયાન સગીર વયની કિશોરીના યૌન શોષણ અને બળાત્કાર કરવાના બનાવમાં 29 પુરુષો પર આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગુનાઓ 2003 થી 2010ની વચ્ચે કૉલ્ડરડેલ અને બ્રેડફર્ડની આસપાસ બન્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. તે સમયે ભોગ બનેલી પીડિત કિશોરી 13થી 20 વર્ષની વય ધરાવતી હતી. આ તમામ પુરૂષો તા. 7 અને 9 જુલાઇના રોજ બ્રેડફર્ડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે.

વેસ્ટ યોર્કશાયર પોલીસની તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા અન્ય આઠ શંકાસ્પદ લોકોને ચાર્જ વિના મુક્ત કરવામાં આવ્યા છે. જેમના સામે ચાર્જ મૂકવામાં આવ્યા છે તેમના નામ નીચે મુજબ છે.

  • અસદ અલી, 37 વર્ષ, બ્રિજહાઉસ – બળાત્કારના બે ગુનાનો આરોપ.
  • અજમલ અઝીઝ, 39 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના ત્રણ ગુના અને બળાત્કારનો પ્રયાસ.
  • મોહમ્મદ જાંગિર, 44 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારનો આરોપ.
  • મોહમ્મદ આસિફ, 36 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના બે ગુનાનો આરોપ.
  • હેરિસ અહેમદ બટ્ટ, 37 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના બે અને બે અયોગ્ય હુમલાના આરોપ.
  • તૌકીર બટ્ટ, 36 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના ત્રણ આરોપ.
  • મ્યુતાસીમ ખાન, 40 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારનો આરોપ.
  • મોહમ્મદ હમઝા, 47 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારનો આરોપ.
  • મોહસીન મીર, 40 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના ત્રણ આરોપ.
  • જાવિદ મીર, 38 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારનો આરોપ.
  • હારૂન સદ્દિક, 37 વર્ષ, બ્રેડફર્ડ – બળાત્કારના બે આરોપ.
  • ઝહિર ઇકબાલ, 41 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના બે આરોપ.
  • સરફરાઝ રબનવાઝ, 35 વર્ષ, બ્રેડફર્ડ – બળાત્કારના બે આરોપ.
  • વાજિદ અદ્દાલત, 43 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારનો આરોપ.
  • સાજિદ અદ્દાલત, 45 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના બે આરોપ.
  • નાઝિમ હુસેન, 43 વર્ષ, બ્રેડફર્ડ – બળાત્કારના કાવતરાનો આરોપ.
  • નદીમ સાદ્દિક, 43 વર્ષ, શેફિલ્ડ – બળાત્કારનો આરોપ.
  • સાકબ હુસેન, 43 વર્ષ, હેલિફેક્સ, બળાત્કારના બે આરોપ.
  • સદાકત અલી, 48 વર્ષ, બ્રેડફર્ડ – બળાત્કારનો આરોપ.
  • ઝિયારબ મોહમ્મદ, 48 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના બે આરોપ.
  • ઇમરાન રાજા યાસીન, 41 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના બે આરોપ.
  • ઝુલ્ફીકાર અલી, 40 વર્ષ, બ્રેડફર્ડ – બળાત્કારના બે આરોપ.
  • મલિક આબીદ કદીર, 64 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના પાંચ આરોપ.
  • કામરાન અમીન, 45 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના બે આરોપ.
  • મોહમ્મદ અખ્તર, 51 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના બે આરોપ.
  • અલી ઝુલ્ફિકર, 38 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારના બે આરોપ.
  • શફીક અલી રફીક, 40 વર્ષ, ડ્યુસબરી – બળાત્કારના બે આરોપ.
  • અમીર શબન, 45 વર્ષ, હેલિફેક્સ – બળાત્કારનો આરોપ.
  • સાકેબ નઝિર, 36 વર્ષ, હલિફેક્સ – બળાત્કારના બે આરોપ.