પ્રતિક તસવીર

ત્રણ વર્ષમાં 2,000થી વધુ વખત 999 ઉપર કૉલ કરી ઇમરજન્સી વર્કર્સ સાથે રેસીસ્ટ દુર્વ્યવહાર કરનાર લિયોન રોડ, હેરોની સોનિયા નિકસનને 22 અઠવાડિયાની જેલની સજા કરવામાં આવી છે.

સોનિયાએ એકલા ગયા વર્ષે જ 1,194 વખત ઇમરજન્સી લાઇન પર કૉલ કર્યો હતો અને 2023માં મેટ પોલીસને કોલ કરનાર ટોચના ત્રણ રિપીટ કોલર્સમાંથી તે એક હતી. 2021 અને 2023ની વચ્ચે કોલ સેન્ટર પર ફોન કરવા 17 જુદા જુદા મોબાઇલ નંબરોનો ઉપયોગ કર્યો હતો.

નિકસનની ગત 10 જાન્યુઆરીએ પોલીસે કોમ્યુનિકેશન્સ એક્ટ 2003ના કુલ 668 ભંગ બદલ ધરપકડ કરી 670 ગુના માટે આરોપ મૂક્યો હતો. ધરપકડ પછી પણ તેણીએ વંશીય રીતે એક અધિકારી સાથે દુર્વ્યવહાર કર્યો અને પોલીસ વાનમાં બંધ કરાતા તેણે વાનમાં જ જાણી જોઇને પેશાબ કર્યો હતો. આ બનાવ અંગે પણ તેની સામે આરોપ મૂકાયો હતો.

વારંવાર ફોન કરવાના કારણે મેટ્રોપોલિટન પોલીસ સર્વિસને પાંચ મહિનામાં અંદાજે £4,500નો ખર્ચ થયો હતો. તેણીએ 999 સિસ્ટમનો દુરુપયોગ કરતા વાસ્તવિક કટોકટીમાં ઝડપથી પ્રતિક્રિયા આપવામાં નોંધપાત્ર અસર થઇ હતી.

ઇમરજન્સી સેવાઓ પર કરવામાં આવેલા 25 ટકાથી વધુ કૉલ્સનો હેતુ પોલીસિંગ હોતો નથી. અપમાનજનક કૉલર્સ મેટને £2 મિલિયનથી વધુનો ખર્ચ કરાવે છે.

LEAVE A REPLY

5 × three =