બે વર્ષ અગાઉ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ઊભો થયો હતો. હવે દ્વિપક્ષીય સંબંધો સરળ બન્યા પછી કેનેડિયન સીઈઓનું એક પ્રતિનિધિ મંડળ આવનારી શિયાળાની સીઝનમાં ભારતની મુલાકાત જશે. છેલ્લે 2023ના ઉનાળામાં કેનેડાના આવા પ્રતિનિધિ મંડળે ભારતની મુલાકાત લીધી હતી. તે વખતે બંને દેશો વચ્ચે અર્લી પ્રોગ્રેસ ટ્રેડ એગ્રીમેન્ટ (EPTA) પર મંત્રણા થઇ હતી. કેનેડાના તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બર, 2023ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં આપેલા નિવેદન પછી આ પ્રકારની કોઈ મુલાકાત થઈ નથી. તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાન સમર્થક હરદીપસિંઘ નિજ્જરની હત્યા અને ભારતીય એજન્ટો વચ્ચે સંભવિત સંબંધના ‘વિશ્વસનીય આરોપો’ હતા.
બિઝનેસ કાઉન્સિલ ઓફ કેનેડા (BCC)ના પ્રેસિડેન્ટ અને CEO ગોલ્ડી હૈદરે જણાવ્યું હતું કે, આ મુલાકાત આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં થશે. તેઓ, એક સાથી સાથે, પ્રતિનિધિ મંડળની મુલાકાત માટેની તૈયારીના ભાગરૂપે આ મહિને ભારત જશે.
