હિન્દુ ફોરમ ઓફ કેનેડા (HFC)એ હમાસને સમર્થન આપનારા ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંઘ પન્નુ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે. સ્થાનિક હિન્દુ સમુદાયે ટ્રુડો સરકારને ખાલિસ્તાની નેતા સામે પગલાં લેવાની અને તાત્કાલિક પ્રતિબંધો લાદવાની વિનંતી કરી છે.

કેનેડાના જાહેર સુરક્ષા પ્રધાન ડોમિનિક લેબ્લાન્કને સંબોધીને ગુરુવારે કરવામાં આવેલા એક ઈમેલમાં, HFCએ પન્નુ સામે તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે. ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં સામેલ પન્નુએ કેનેડા સહિત G7 દેશોમાં ઇન્ડિયન એમ્બેસીઓ બંધ કરવાની જાહેર ધમકી આપી હતી. ફોરમે કહ્યું હતું કે, “આ પ્રકારના નિવેદનો સ્વીકાર્ય નથી. અમે કેનેડા સરકારને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ, કારણ કે અમે અમારા સમુદાયની સુરક્ષા બાબતે ખૂબ જ ચિંતિત છીએ. આવા તિરસ્કૃત વીડિયો અને પ્રવચનો ઘૃણાસ્પદ છે અને તેના કારણે હિંસા વધી રહી છે. ભૂતકાળમાં તેણે “કેનેડિયન હિન્દુઓ, કેનેડા છોડી દો”ના નારા લગાવ્યા હતા, જેને કારણે અહીંના હિન્દુઓની સલામતી અંગે ચિંતા વધી ગઇ છે. આ સંજોગોમાં અમે હિન્દુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકારના હસ્તક્ષેપની માગણી કરીએ છીએ.”

હિન્દુ ફોરમે વિનંતી કરી છે કે, જો ગુરપતવંત સિંઘ પન્નુ કેનેડાના નાગરિક નથી, તો તેને કેનેડામાં પ્રવેશતો અટકાવવામાં આવે. જોતે, ખરેખર કેનેડિયન નાગરિક છે, તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને, જો જરૂરી હોય તો, તેના નિવેદનો અને ધમકીઓને ધ્યાનમાં રાખીને તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

LEAVE A REPLY

18 + 10 =