પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઈંગ્લેન્ડના વંશીય લઘુમતીની વસ્તી ધરાવતા કેટલાક વિસ્તારોમાં કાર ઈન્સ્યોરન્સના સરેરાશ ભાવ 33 ટકા વધુ હોવાનું બીબીસીના એક અહેવાલમાં જણાવાયું હતું.

અહેવાલમાં જણાવાયા મુજબ ફોર્ડ ફિએસ્ટા ચલાવતા 30 વર્ષના એક શિક્ષક, બર્મિંગહામ નજીક સેન્ડવેલના પ્રિન્સેસ એન્ડ વિસ્તારમાં રહેતા હોય તો મોટર ઇન્સ્યોરન્સનો સરેરાશ ખર્ચ £1,975 થાય છે, પરંતુ નજીકના ગ્રેટ બ્રિજ વિસ્તારમાં સરેરાશ ભાવ £2,796 હતો.

ઇન્ડેક્સ ઓફ મલ્ટિપલ ડિપ્રિવેશન નામના સરકારી માપદંડ મુજબ બંને વિસ્તારોના માર્ગ અકસ્માતો અને અપરાધ માટે સમાન સ્કોર છે, પરંતુ ગ્રેટ બ્રિજમાં અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય વસ્તી વધુ છે.
જોકે એસોસિયેશન ઓફ બ્રિટિશ ઇન્સ્યોરર્સ (ABI)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓ કિંમતો નક્કી કરતી વખતે વંશીયતાનો એક પરિબળ તરીકે ઉપયોગ કરતી નથી અને કરી શકતી પણ નથી, અમારા સભ્યો સમાનતા ધારા 2010નું પાલન કરે છે. જોકે અમે જાણીએ છીએ કે આ અને અન્ય સમાન તારણો જાહેર નીતિ માટે એક મહત્ત્વપૂર્ણ ડિબેટ ઊભી કરે છે. વીમા કંપનીઓના અલ્ગોરિધમ અંગે ચિંતા દર્શાવાઈ છે કારણ કે વંશીય લઘુમતીઓના લોકો ઊંચા પ્રિમિયમ ચૂકવવા પડે છે.

2019માં વીમા ઉદ્યોગના નિયમનકાર ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)એ શોધી કાઢ્યું હતું કે ઘણી કંપનીઓ કયા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતાં અથવા તેઓ સમાનતા ધારા 2010નો ભંગ કરતા નથી તેની વિગતો આપી શકી નથી.

અગાઉ 15,000 લોકોને આવરી લઇને સિટીઝન્સ એડવાઈસે કરેલા સરવેમાં બહાર આવ્યું હતું કે વંશીય લઘુમતીઓના લોકો પાસેથી શ્વેત લોકો કરતા સરેરાશ 40% વધુ પ્રીમિયમ વસૂલવામાં આવે છે.

સિટીઝન્સ એડવાઈસના પ્રિન્સિપલ પોલિસી મેનેજર ડેવિડ મેન્ડિસ દા કોસ્ટાએ જણાવ્યું હતું કે એફસીએએ વંશિય લઘુમતી પાસેથી આટલો વધુ ચાર્જ શા માટે વસૂલ કરવામાં આવે છે તેની FCAએ તપાસ કરવાની જરૂર છે. જો વીમા કંપનીઓ વાજબી સ્પષ્ટતા ન આપી શકે તો તો FCAએ આ પ્રથાને સમાપ્ત કરવા માટે ઝડપથી પગલાં લેવા જોઇએ.
એફસીએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે આ મુદ્દાની તપાસ કરી રહી છે. અમે તાજેતરમાં મોટી મોટર વીમા કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માગી છે કે તેમના પ્રાઇસિંગ મોડલ કેવી રીતે વંશીયતાને આધારે ભેદભાવ કરતાં નથી. અમે તેમની સ્પષ્ટતાની સમીક્ષા કરી રહ્યાં છીએ. કાયદો સ્પષ્ટ છે કે વીમા કંપનીઓએ જાતિ અને વંશીયતા જેવી ચોક્કસ લાક્ષણિકતાઓના આધારે ભેદભાવ ન કરવો જોઈએ.

LEAVE A REPLY

three × four =