કાર્ડિફ કાસલ ખાતે રવિવાર 15 મી ઓગસ્ટના રોજ સવારે 75 માં ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી વેલ્સ ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફર્ડ, કાર્ડિફના લોર્ડ મેયર રોડ મેકકેલિચ, ભારતીય રાજદ્વારી રાજ અગ્રવાલ, કાઉન્સેલ જનરલ મિક એન્ટોનિવ, ક્રોસ પાર્ટી એસેમ્બલી સભ્યો, તેમજ સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ અને સમુદાયના નેતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

કોવિડ ગાઇડલાઇન્સના કારણે માત્ર નોંધાયેલા મહેમાનોને જ હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે કાર્ડિફ કાસલને ભારતીય રાષ્ટ્રધ્વજના રંગોની ફ્લડલાઇટ શણગારવામાં આવ્યો હતો અને ભારતના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગનું આયોજન કરનાર ભારતીય રાજદ્વારી રાજ અગ્રવાલ અને કાર્ડિફના લોર્ડ મેયર રોડ મેકકેલિચે પ્રાસંગીક વક્તવ્ય આપ્યા હતા.

વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફર્ડે કહ્યું હતું કે ‘’વેલ્સમાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ અને ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાતા મને ખૂબ જ આનંદ થયો. ભારતીય સમુદાયે હંમેશા વેલ્સમાં જીવનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને, રોગચાળા દરમિયાન, સૌથી વધુ જરૂરિયાતમંદોને મદદ કરવા બધાને સાથે રાખીને પ્રયત્નો કરીને એક મહાન ઉદાહરણ બતાવ્યું છે.’’

રાજ અગ્રવાલે કહ્યું હતું કે “ભારતીય સ્વતંત્રતા દિવસ સમગ્ર વિશ્વમાં ઘણા પ્રેમ અને ગૌરવ સાથે ઉજવવામાં આવે છે, અને અમને ખુશી છે કે આ વર્ષે અમે ફરીથી મિત્રો અને સાથીદારો સાથે ઉજવી શકીશું. હું આ કોવિડ રોગચાળા દરમિયાન મુશ્કેલ સમયે ખાસ કરીને કાર્ડિફમાં વૃદ્ધો, નબળા અને જરૂરિયાતમંદ લોકોને 100,000 થી વધુ ભોજન આપનાર Ty ક્રિષ્ના સેન્ટર (ઇસ્કોન વેલ્સ) સહિત ભારતીય સમુદાયના નેતાઓનો વિશાળ યોગદાન પવા બદલ આભાર માનુ છું.