પ્રસ્તુત તસવીરમાં ડાબેથી જમણે: બ્રિટિશ આર્મીના મેજર પીટર હેરિસન, કલ્પના નટરાજન, અનૂપ કેરાઈ, ડૉ. શક્તિ ગુહા નિયોગી, તારકનાથદાસજી, લોર્ડ મેયર બબલીન મોલિક, લોર્ડ લેફ્ટનન્ટ મોર્ફિડ મેરેડિથ, રાજ અગ્રવાલ, જુલી મોર્ગન, સુધા ભટ્ટ, રાધિકા કડાબા, વિમલા પટેલ, નિર્મલા પિસાવડિયા, રોયલ નેવીની સુસાન લિંચ તથા જેન હટ નજરે પડે છે. (તસવીર સૌજન્ય: રાજેન્દ્ર પિસાવડિયા)

હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ (HCW) કાર્ડિફ દ્વારા કાર્ડિફ બે ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલમાળા પહેરાવી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ અને મહાત્મા ગાંધીના 154મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે વેલ્સના સોસ્યલ જસ્ટીસ સેક્રેટરી અને વેલ્સ સેનેડના ચીફ વ્હીપ શ્રીમતી જેન હટ, લોર્ડ લેફ્ટનન્ટ શ્રીમતી મોર્ફિડ મેરેડિથ, શ્રીમતી જુલી મોર્ગન એએમ, વેલ્સમાં ઓનરરી કાઉન્સેલ ઓફ ઈન્ડિયા શ્રી રાજ અગ્રવાલ અને કાર્ડિફના લોર્ડ મેયર શ્રીમતી બબલીન મલિક તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વક્તાઓએ મહાત્મા ગાંધીજી અને અહિંસાની વિચારધારામાં તેમના યોગદાન બાબતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

શ્રીમતી જેન હટે આ સંદેશને પુનરાવર્તિત કરતાં કહ્યું હતું કે વેલ્શ સરકાર કાર્ડિફમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના મહત્વને સંપૂર્ણ રીતે ઓળખે છે અને આ નિર્ણાયક ઘટનાને ચિહ્નિત કરે છે.’’

HCW ના અધ્યક્ષ ડૉ. શક્તિ ગુહા નિયોગીએ દેશમાં હિંસા અને યુવા જીવનના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી યુવાનોમાં અહિંસાની જાગૃતિ વધારવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY

nineteen − sixteen =